Not Set/ ખાંભાના પશુ દવાખાનાની હાલત પશુની ગમાણ કરતાં પણ બદતર

અમરેલી, અમરેલીના ખાંભાના પશુ દવાખાનાની હાલત પશુની ગમાણ કરતાં પણ બદતર છે. ખાંભા તાલુકા મથકના પશુ દવાખાનાનું મકાન તથા ડોક્ટર સહિતના સ્ટાફના ક્વાર્ટરનું 50 વર્ષ પહેલાં બાંધકામ કરવામાં આવ્યુ હતું. દવાખાનાની ફરતે દીવાલ બાંધવામાં આવેલ જે બાંધકામ હાલ ગમે ત્યારે અકસ્માત સર્જે તેવી હાલતમાં છે. દીવાલ અનેક જગ્યાએથી પડી ગયેલ હાલતમાં અને પશુ દવાખાનાની સલામતી […]

Top Stories Gujarat Others

અમરેલી,

અમરેલીના ખાંભાના પશુ દવાખાનાની હાલત પશુની ગમાણ કરતાં પણ બદતર છે. ખાંભા તાલુકા મથકના પશુ દવાખાનાનું મકાન તથા ડોક્ટર સહિતના સ્ટાફના ક્વાર્ટરનું 50 વર્ષ પહેલાં બાંધકામ કરવામાં આવ્યુ હતું.

દવાખાનાની ફરતે દીવાલ બાંધવામાં આવેલ જે બાંધકામ હાલ ગમે ત્યારે અકસ્માત સર્જે તેવી હાલતમાં છે. દીવાલ અનેક જગ્યાએથી પડી ગયેલ હાલતમાં અને પશુ દવાખાનાની સલામતી માટે દરવાજા પણ નથી.

આ જગ્યા હવે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે. આથી સાંસદ .નારણભાઇ દ્વારા ફાળવવામાં આવેલ 4 બાંકડામાંથી ત્રણ બાંકડા પણ ચોરાઈ ગયા છે. પશુ દવાખાનાનું મકાન નવું બનાવવામાં આવ્યું છે.

પરંતુ ડોકટર સહિતના સ્ટાફના ક્વાર્ટર ખંડેર હાલતમાં હોવાથી ડોક્ટર સહિતનો સ્ટાફ ભયના કારણે ગામમાં ભાડાના મકાનમાં રહેવા મજબૂર બન્યાં છે ત્રણેક વર્ષ પહેલાં આ ખંડેર હાલતના સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા કમ્પાઉન્ડરના પત્નીનું સાપ કરડવાથી મોત થઈ ગયુ છે. જિલ્લા પંચાયતના સત્તાધિશો તાત્કાલીક અસરથી વરસો જૂનું બાંધકામ દૂર કરે તેવું પશુ પાલકો ઈચ્છી રહ્યાં છે.