અલીગઢ.
અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલયના એક કાર્યક્રમમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ અને ભૂતપૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુરશીદએ એક એવું વક્તવ્ય આપી દીધું છે, જેનાથી કોંગ્રેસ પક્ષની મુશ્કેલીઓ વધી ગઈ છે. એએમયુના એક પૂર્વ વિદ્યાર્થી દ્વારા કોંગ્રેસના શાસનકાળ દરમિયાન બાબરી મસ્જિદ અને સંપ્રદાયમાં થયેલા ભ્રષ્ટાચાર વિશે પૂછવામાં આવતા એક સવાલના જવાબમાં સલમાન ખુરશીદએ માન્યું કે કોંગ્રેસના દામન પર મુસ્લિમોની લોહીની છાપ છે. આ નિવેદન પછી કોંગ્રેસ પર બીજેપી દ્વારા હુમલોઓ કરવાના ચાલુ કરી દીધા છે. કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ આરોપ મૂક્યો છે કે કોંગ્રેસના સમયમાં 5000 જેટલા દંગાઓ થયા છે.
કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ એક ચેનલ સાથે વાતચીત કરી હતી અને સલમાન ખુર્શીદ પર હુમલો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ‘ભીવંડીથી ભાગલપુર અને મેરઠથી મલિયાના સુધી કોંગ્રેસ અને કોંગ્રેસના સેક્યુલરિઝમના સુરમાઓએ નિર્દોષ લોકોની હત્યાઓ જોવા મળી છે. કોંગ્રેસી શાસન દરમિયાન 5000 દંગાઓ થયા છે. હવે તો આ ઐતિહાસિક દંગાઓ પર માફી માંગે છે, તો એમ કહી શકાય કે દેર આયે દુરુસ્ત આયે. કોંગ્રેસ દ્વારા દંગાઓની આડમાં પોતાની રાજનીતિ ચમકવાની છે. આ શરમજનક ઇતિહાસ પર દેશના લોકો તેમને માફ કરવા નથી કરવાના. બટલા એનકાઉન્ટર પર પણ કોંગ્રેસના નેતાઓએ પ્રશ્ન ઉઠાવ્યા હતા. હવે એ જોવાનું છે કે ખુર્શીદ કોની બાજુથી માફી માંગે છે.
ઉલ્લેખનીય છે કે એ.એમ.યુ. ખાતે યોજાયેલી સલમાન ખુરશીદનાં પ્રોગ્રામમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી અબીર મન્ટોઇએ કોંગ્રેસના શાસન દરમિયાન મુસ્લિમો સાથે બિન મુસ્લિમો દ્વારા આદરેલા દંગાઓનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ શાસન દરમિયાન, એએમયુનો કાયદો પહેલીવાર બદલાયો, હાશીમપુરા, મુઝફ્ફરનગર હુલ્લડો, બાબરી મસ્જિદના દરવાજા ખોલ્યા, અને મૂર્તિઓ તેમાં રાખવામાં આવી આ બધી ઘટનાઓ કોંગ્રેસ શાસન દરમિયાન થયું. તેમણે કહ્યું હતું કે તેમને કોંગ્રેસના લોહીના નિશાન છે. તેઓ તે નિશાનને કેવી રીતે ધોશે?
જવાબમાં, સલમાન ખુરશીદે જણાવ્યું હતું કે, “અમારી દામન પર લોહીના નિશાન છે. એટલા માટે તમે અમને કહી રહ્યાં છે કે જો કોઈ તમને હુમલો કરશે તો તમારે તેને રોકવું નહીં? તમને લાગે છે કે આ લોહીના ડાઘા અમારા પર છે, તી તમારા પર મા લાગે.તમે વાર આમના પર કરશો અને છાટા તમારા પર ઉડશે. અમારા ઇતિહાસમાંથી કઈક શીખો અને સમજો તમારી સ્થિતિને આવી નાં કરો કે 10 વર્ષ પછી યુનિવર્સિટીમાં આવો ત્યારે તમને આવા પ્રશ્નો પૂછવાવાળા કોઈ ન મળી.
