નવી દિલ્હી,
ગત ૨૯ સપ્ટેમ્બર, ૨૦૧૬ના રોજ ભારતીય સેનાએ પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઈકના ઓપરેશનનો એક વીડિયો સામે આવ્યો હતો ત્યારથી જ રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યા છે, પરંતુ આ વચ્ચે શુક્રવારે આ નિવેદનબાજી વચ્ચે સર્જિકલ સ્ટ્રાઈકની નિગરાની કરવાવાળા આર્મીના પૂર્વ ઓફિસરનું એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે.
આર્મીના પૂર્વ નોર્થન કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ડી એસ હુડાએ જણાવ્યું હતું કે, “સર્જિકલ સ્ટ્રાઈકનો નિર્ણય રાજનૈતિક નેતૃત્વનો હતો”.
તેઓએ જણાવ્યું, “આ નિર્ણય પર સેનાને તમામ રીતે સહમત હતી, કારણ કે અમે કઈક કરવા માંગતા હતા. જયારે અમે ભવિષ્યમાં પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માંગતા હતા ત્યારે અમે બીજીવાર પણ આપી શકીએ છીએ.
સર્જિકલ સ્ટ્રાઈકને લઇ ભાજપ-કોંગ્રેસ વચ્ચે છેડાયું હતું સંગ્રામ
કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યા છે કે,
મોદી સરકાર સર્જિકલ સ્ટ્રાઈકની રાજનીતિકરણ કરી રહી છે.
પહેલાની સરકારોના સમયગાળા દરમિયાન સેના દ્વારા સર્જિકલ સ્ટ્રાઈક અને આ પ્રકારની કાર્યવાહીઓ અંજામ આપવામાં આવ્યા છે.
અટલ અને મનમોહન સરકારના સમય દરમિયાન પણ આ પ્રકારની કાર્યવાહીઓ થઇ છે, પરંતુ સેનાના પરાક્રમનું રાજનૈતિક ફાયદા માટે ઉપયોગ કરવાની આ પ્રકારની બેશર્મ કોશિશ ક્યારેય પણ કરાઈ નથી.
બીજેપીએ દેશના શહીદોના બલિદાનનું અપમાન કર્યું છે. તેઓની શહાદતનો લજ્જાજનક ઉપયોગ કરાયો છે.
UPAના કાર્યકાળમાં પણ સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી છે.
ભાજપ સર્જિકલ સ્ટ્રાઈકની વીરગાથા પર વોટ મેળવવા માટેની શરમજનક કોશિશ કરી રહી છે.
સર્જિકલ સ્ટ્રાઈકનો તમામ શ્રેય ભારતીય સેનાને આપવાને બદલે બેનર પોસ્ટર લગાવીને બીજેપી અને મોદીને આપવામાં આવી રહ્યું છે.
કોંગ્રેસના આરોપોનો જવાબ આપતા કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે,
કોંગ્રેસ સતત સર્જિકલ સ્ટ્રાઈક પર સવાલો ઉભા કરી રહી છે. જેનાથી પાકિસ્તાનના આતંકવાદીઓને ખુશી મળી રહી છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ સર્જિકલ સ્ટ્રાઈકને લોહીની દલાલી કહ્યું હતું.
તેઓની માતા અને UPAના ચેરપર્સન સોનિયા ગાંધી પણ આ પહેલા મોતના સૌદાગર જેવા શબ્દોનો પ્રયોગ કરી ચુક્યા છે.
કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ પણ સેના પર સવાલો ઉઠાવી રહ્યા છે. આ અંગે તેઓ કહી રહ્યા છે કે, સેના આતંકવાદીઓ કરતા નાગરિકોને વધારે મારે છે.
આજ પણ લોકો સવાલો ઉઠાવી રહ્યા છે કે, આ સીડી ક્યાંથી આવી અને અત્યારે જ શા માટે જાહેર કરવામાં આવી. પરંતુ કોંગ્રેસના નિવેદનોથી હાલમાં કોઈ ખુશ છે તો તે પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓ છે.
દેશની સેનાનું મનોબળ તોડવું એ જ કોંગ્રેસનું કામ છે.
ઉરી સેક્ટરમાં આતંકી હુમલા બાદ કરાઈ હતી સર્જિકલ સ્ટ્રાઈક
અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન દ્વારા ૧૮, સપ્ટેમ્બર, ૨૦૧૬ના રોજ જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં ભારતીય સેનાના કેમ્પ પર આતંકી હૂમલો કર્યો હતો અને ત્યારબાદ ૧૧ દિવસ પછી સેના દ્વારા આ જવાબી કાર્યવાહી કરાઈ હતી.
જો કે ભારતીય સેના કરાયેલા સર્જિકલ સ્ટ્રાઈકના ખાસ ઓપરેશન બાદ ૨૯ સપ્ટેમ્બર,૨૦૧૬ના રોજ બપોરે DGMO લેફ્ટનન્ટ જનરલ રણબીર સિંહે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને સેના દ્વારા કરાયેલી આ જવાબી કાર્યવાહી અંગે દાવો કર્યો હતો.
