સુરત,
સુરતમાં પીએસઆઇની ભાભીએ આપઘાત કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. રાંદેર પોલીસ લાઇનમાં આ ઘટના બની હતી. જ્યાં આપઘાત કરી લેનાર સ્મિતા પ્રધાન પીએસઆઈ ભરત પ્રધાનના ભાભી છે.

સ્મિતા પ્રધાને ભરત પ્રધાનની સર્વિસ રિવોલ્વરમાંથી જ જાતને ગોળી મારીને આપઘાત કરી લીધો છે.

પીએસઆઈ પ્રધાન વર્ષ 2010થી રાંદેર પોલીસ લાઇનમાં રહે છે. હાલમાં તેઓ ઝોન-2માં પોલીસ સબ ઇન્સપેક્ટર તરીકે ફરજ બજાવે છે.

મળતી માહિતી પ્રમાણે પીએસઆઈ ભરત પ્રધાનના ભાભીએ ડિપ્રેશનમાં આવીને આપઘાત કર્યો છે.
