Not Set/ રાજ્યમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો : અમદાવાદમાં નોંધાયા 1800થી વધુ કેસ

અમદાવાદ સહિત રાજ્યમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો વકરી રહ્યાં છે. અમદાવાદમાં 22 દિવસમાં જ રોગચાળાના 1800 કેસ નોંધાયા છે. જેમાં મેલેરિયા, ઝેરી મેલેરિયા, ડેન્ગ્યુ અને ચીકનગુનિયાના દર્દીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઝાડાઉલ્ટી, કમળો, ટાઈફોઈડ, કોલેરા અને વાઇરલ તાવના દર્દીઓમાં પણ વધારો નોંધાતા આરોગ્ય વિભાગમાં એલર્ટ જાહેર કરવામાં આવી છે. જેના કારણે સરકારી દવાખાનાઓના ડોક્ટરોની રજા […]

Top Stories Gujarat

અમદાવાદ સહિત રાજ્યમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો વકરી રહ્યાં છે. અમદાવાદમાં 22 દિવસમાં જ રોગચાળાના 1800 કેસ નોંધાયા છે. જેમાં મેલેરિયા, ઝેરી મેલેરિયા, ડેન્ગ્યુ અને ચીકનગુનિયાના દર્દીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઝાડાઉલ્ટી, કમળો, ટાઈફોઈડ, કોલેરા અને વાઇરલ તાવના દર્દીઓમાં પણ વધારો નોંધાતા આરોગ્ય વિભાગમાં એલર્ટ જાહેર કરવામાં આવી છે. જેના કારણે સરકારી દવાખાનાઓના ડોક્ટરોની રજા પણ રદ કરવામાં આવી છે.

1થી 22 સપ્ટેમ્બર દરમિયાન મેલેરિયાના 763, ઝેરી મેલેરિયા ના 96, ડેન્ગ્યૂના 177 અને ચીકનગુનિયાના 10 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યારે આઉટડોર ટ્રીટમેન્ટ લેનારા દર્દીઓની સંખ્યા ત્રણ ગણી માનવામાં આવી રહી છે. મ્યુનિ.ના ચોપડે નોંધાયેલા 177 ડેન્ગ્યૂના કેસોમાં 35થી 40 ટકા દર્દીઓ બાળકો છે. શહેરને મચ્છરમુક્ત બનાવવાનું અભિયાન ચલાવતી મ્યુનિ. મચ્છરજન્ય રોગચાળાને વધતો ડામવામાં ક્યાંક તેમની મહેનત ઓછી પડી હોય તેમ લાગી રહ્યું છે. પાણીજન્ય રોગના 839 કેસ નોંધાયા છે. જેમાં ઝાડાઉલ્ટીના 258 કેસો, કમળાના 289 કેસો, ટાઇફોઇડના 285 કેસો, કોલેરાના 7 કેસો નોંધાતા તંત્ર એલર્ટ બન્યું છે.

છેલ્લા બે દિવસમાં સ્વાઇન ફ્લૂના વધુ 25 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા છે. જ્યારે વધુ બે દર્દીના મોત નિપજ્યાં છે. 1થી 22 સપ્ટેમ્બર દરમિયાન શહેરમાં સ્વાઇન ફ્લૂના 127 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા છે. એકલા સપ્ટેમ્બરમાં જ સ્વાઇન ફ્લૂના રોગચાળાએ 14 વ્યક્તિઓનો ભોગ લીધો છે. હેલ્થ ખાતાએ આજે જાહેર કરેલા આંકડા મુજબ, છેલ્લા એક અઠવાડિયામાં સ્વાઇન ફ્લૂથી ત્રણ વ્યક્તિના મોત નિપજ્યાં છે.