ગંભીર આક્ષેપ/ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં તબીબી બેદરકારીથી માતા-પુત્રીનું મોત, પરિવારજનોનો આક્ષેપ,હોબાળો

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ માતા અને નવજાત પુત્રીનું મોત થતાં તેમના પરિવાજનોએ હંગામો મચાવ્યો હતો તેમજ ડોક્ટરની બેદરકારીથી મોત

Top Stories Gujarat

એક તરફ રાજકોટ સિવિલ હોસ્પિટલની સુવિધામાં ધરખમ ફેરફાર કરી અને અત્યાધુનિક બનાવવામાં આવી રહી છે તેની વચ્ચે પણ અહીં દાખલ થતા દર્દીઓ તબીબી બેદરકારીના કારણે મોત થવાના આક્ષેપોનો સિલસિલો હજુ પણ અટકવાનું નામ લેતો નથી. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ માતા અને નવજાત પુત્રીનું મોત થતાં તેમના પરિવાજનોએ હંગામો મચાવ્યો હતો તેમજ તબીબની બેદરકારીથી મોત થયાનો આક્ષેપ લગાવ્યો હતો.21 વર્ષીય મહિલાની 7 મહિનાના અપૂરતા માસે સિઝરીયન ડિલેવરી કરી બાળકીને જન્મ આપવામાં આવ્યો હતો. રવિવારે બાળકીના જન્મ બાદ 24 કલાકમાં બાળકીનું મુત્યું થયું હતું અને તેના 6 કલાક બાદ માતાનું મૃત્યુ થતા પરિવારજનોમાં રોષ ફેલાયો હતો.

Political / BJP રાષ્ટ્રીય મહાસચિવે જણાવ્યું…આ કારણ થી CM ત્રિવેન્દ્રમ સિંહ રાવતે આપ્યું રાજીનામું

Success / કાશ્મીરમાં ચીફ આતંકવાદી અલ બદ્ર ગનઈ ખ્વાજા ઠાર મરાયો, સુરક્ષા દળોને મળી મોટી સફળતા

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ગત રવિવારના રોજ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અનિકાબેન સાવનભાઇ વાઘેલા અને તેની નવજાત બાળકી સારવાર માટે દાખલ હતાં. જેમના મોત થતાં પરિવારજનોએ હંગામો મચાવ્યો હતો.મૃતકના પરિવારજનો દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર કરાયા હતા.

મૃતકના પરિવારજનોનો વલોપાત. - Divya Bhaskar

Election / પશ્ચિમ બંગાળ ની ચૂંટણીમાં સફાઈ અભિયાન..! , DGP વિરેન્દ્રને ચૂંટણીપંચે હટાવી પી નીરજનયનને સોંપી જવાબદારી

પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, મહિલા અને નવજાત બાળકીનું મોત તબીબની બેદરકારીથી થયું છે. પરિવાજનોએ જવાબદાર તબીબને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. તેમજ જવાબદાર સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવા ઇનકાર કર્યો હતો.પરિજનોએ મહિલાની લાશ સ્વીકારવાનો કર્યો ઇન્કાર કર્યો હતો. પોલીસે એક વ્યક્તિની અટકાયત કરતા મામલો બીચક્યો હતો.આ કેસમાં હવે પોલીસની સમજાવટથી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવાશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…