Technology/ પેટ્રોલ-ડીઝલનો ભાવ તમારા શહેરમાં કેટલો છે તે જાણવા માટે આ એપ્લિકેશન કરો ઇન્સ્ટોલ

પેટ્રોલ અને ડીઝલની કિંમતની આપણી દરેક જરુરી વસ્તુ પર અસર પડે છે. તેથી આપણું ધ્યાન પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર સતત રહે છે. છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે અને સતત વધી રહ્યા છે. દેશના ઘણાં શહેરોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાથી પણ વધુ પહોંચી ગઈ છે. તમે તમારા શહેરના પેટ્રોલ-ડીઝલના નવા ભાવને […]

Tech & Auto

પેટ્રોલ અને ડીઝલની કિંમતની આપણી દરેક જરુરી વસ્તુ પર અસર પડે છે. તેથી આપણું ધ્યાન પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર સતત રહે છે. છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે અને સતત વધી રહ્યા છે. દેશના ઘણાં શહેરોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાથી પણ વધુ પહોંચી ગઈ છે. તમે તમારા શહેરના પેટ્રોલ-ડીઝલના નવા ભાવને એપ્લિકેશન કે એસએમએસની મદદથી જાણી શકો છો.

ખરેખર, તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ જાહેર કરવામાં આવે છે. આવી સ્થિતિમાં સતત 11 મા દિવસે ગ્રાહકો માટે રાહતના સમાચાર છે, કારણ કે આજે કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

19 કરોડ મહિલાઓએ લીધો આ સ્કીમનો લાભ, તમે પણ ઉઠાવો ફાયદો અને શરુ કરો બિઝનેસ

ગયા વખતે ભાવમાં 25 પૈસાનો વધારો થયો હતો, પરંતુ ત્યારબાદ વધતા ભાવો પર બ્રેક લાગી છે. પેટ્રોલ ડીઝલની કિંમતમાં સતત વધારાને લીધે, લગભગ 15 દિવસ પહેલા પાટનગર દિલ્હીમાં પેટ્રોલની કિંમત 91 રૂપિયા પાર થઇ ગઈ હતી. આજે 91.17 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે., ડીઝલની કિંમત વધીને 81.47 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે.

મુંબઈમાં પેટ્રોલના ભાવમાં 13 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો અને હવે પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 97.57 રૂપિયા છે. ડીઝલ પ્રતિ લિટર 88.60 રૂપિયામાં વેચાઇ રહ્યું છે. દિલ્હી અને મુંબઇમાં પેટ્રોલના ભાવ અત્યાર સુધીના ઉંચા સ્તરે પહોંચી ગયા છે.

શહેરોમાં પેટ્રોલ- ડિઝલના ભાવ
દિલ્હી- 91.17 રૂપિયા પ્રતિ લિટર, ડીઝલ 81.47 પ્રતિ લિટર
મુંબઇ- લિટર દીઠ 97.57, ડીઝલ 88.60 રૂપિયા પ્રતિ લિટર
કોલકાતા-91.35 રૂપિયા પ્રતિ લિટર, ડીઝલ લિટર દીઠ 84.3.55 રુપિયા
ચેન્નઈ- લિટર દીઠ 93.11 રૂપિયા, ડિઝલ 86.45 રૂપિયા
નોઈડા-લિટર દીઠ 89.38 રૂપિયા

મહિલાઓ માટે કેન્દ્ર સરકાર ચલાવી રહી છે આ 3 ખાસ યોજનાઓ, મળશે 10 લાખ રુપિયા

પેટ્રોલની કિંમત કેવી રીતે નક્કી થાય છે?
પેટ્રોલ અને ડીઝલની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ અને રૂપિયા અને ડોલરના તફાવત પર આધારીત છે. ક્રૂડ ઓઇલના કિંમત પર પેટ્રોલની બેઝ પ્રાઈસ નક્કી કરવામાં આવે છે.

તમે એસએમએસ દ્વારા તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત પણ જાણી શકો છો. આ માટે, તમારે તમારા ફોન પરથી મેસેજ કરવો પડશે અને તમને તમારા ફોન પર સંપૂર્ણ વિગત મળશે. તમારા મોબાઇલમાં RSP અને તમારા શહેરનો કોડ લખો અને તેને 9224992249 નંબર પર મોકલો. તમારા મોબાઇલ પર પેટ્રોલ અને ડીઝલના ભાવ તરત જ તમારા શહેરમાં આવશે. દરેક શહેર માટેનો કોડ અલગ છે, તમે ઇચ્છો, તો તમે IOC મોબાઇલ એપ્લિકેશન પણ ઇન્સ્ટોલ કરી શકો છો.