@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ
અમદાવાદના વટવા પોલીસ સ્ટેશનમાં યુવકે પ્રેમના નામે યુવતીને ગર્ભવતી બનાવીને લગ્ન નહિ કરીને તરછોડી દેતા યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. વટવામાં રહેતો આરોપી સરફરાઝ પઠાણ દોઢ વર્ષ પહેલાં એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. તેને કેફીપીણું પીવડાવીને દુષ્કર્મ આચર્યું હતું. યુવતીને લગ્નની લાલચ આપીને તેનું શારીરિક શોષણ કરતો રહ્યો હતો. પરંતુ યુવતી ગર્ભવતી થઈ જતા તેને ગર્ભપાત કરવા માટે દબાણ કર્યું હતું. પરંતુ યુવતીએ ગર્ભપાત નહિ કરાવતા સરફરાઝ પઠાણે તેની સાથે લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો હતો. જેથી યુવતીએ સરફરાઝ પઠાણ વિરુદ્ધ વટવા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
આરોપી સરફરાઝ પઠાણ પરણિત છે અને તેને 3 સંતાન છે. તે વટવામાં રિલીફ મેડિકલ દુકાનમાં નોકરી કરે છે. દોઢ વર્ષ પહેલાં આ યુવતી મેડિકલ દુકાનમાં દવા લેવા ગઈ હતી ત્યારે બન્ને એકબીજાના પરિચયમાં આવ્યા હતા.યુવતીએ અગાઉ પ્રેમલગ્ન કર્યા હતા.પરંતુ પતિ પત્ની વચ્ચે મનભેદ થતા તે એકલી રહેતી હતી. જેનો લાભ ઉઠાવીને સરફરાઝ યુવતી સાથે મિત્રતા કેળવીને તેના ઘરે જતો હતો. અને એક દિવસ કેફિપીણું પીવડાવીને દુષ્કર્મ આચર્યું હતું. યુવતીને આઠ માસનું ગર્ભ છે.જ્યારે પ્રેમી સરફરાઝ ગર્ભપાત માટે સતત ધમકી આપતો હતો. જયારે યુવતીએ 2.70 લાખ રૂપિયાની પણ મદદ કરી હતી. તે રૂપિયા પણ પરત નહિ કરતા અંતે યુવતીએ વટવા પોલીસ સ્ટેશન ના દરવાજા ખખડાવ્યા.પોલીસે ઘટનાની ગંભીરતા ને લઈને આરોપી સરફરાઝની ધરપકડ કરી તપાસ શરૂ કરી
પ્રેમ અને દુસર્કમ ના વિવાદ વચ્ચે વટવા પોલીસે આરોપી પ્રેમીની ધરપકડ કરીને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો.જ્યારે ગર્ભવતી યુવતીનું મેડિકલ તપાસની કાર્યવાહી શરૂ કરી.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
