Not Set/ તમને શું કહેવું ? પ્રેમાળ માતા કે પોલીસ ? વાંચો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવનારી કોણ છે આ માં-દીકરીની જોડી

ઝાંસી સામાન્ય રીતે પોલીસનું નામ પડે એટલે આપના મનમાં તેમની છબી અંકિત થઇ જતી હોય છે. પોલીસવાળા લોકોનું દિલ ઘણું સખ્ત હોય છે તેવી આપણે ત્યાં માન્યતા થઇ ગઈ છે. તમને આજે એક એવા પોલીસ વિશે જણાવી દઈએ કે જે પોલીસ તો છે જ પરંતુ સાથે પ્રેમાળ માતા પણ છે. જી હા,  આ વાત બીજા કોઈની […]

Top Stories India Trending
salute તમને શું કહેવું ? પ્રેમાળ માતા કે પોલીસ ? વાંચો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવનારી કોણ છે આ માં-દીકરીની જોડી

ઝાંસી

સામાન્ય રીતે પોલીસનું નામ પડે એટલે આપના મનમાં તેમની છબી અંકિત થઇ જતી હોય છે. પોલીસવાળા લોકોનું દિલ ઘણું સખ્ત હોય છે તેવી આપણે ત્યાં માન્યતા થઇ ગઈ છે.

તમને આજે એક એવા પોલીસ વિશે જણાવી દઈએ કે જે પોલીસ તો છે જ પરંતુ સાથે પ્રેમાળ માતા પણ છે. જી હા,  આ વાત બીજા કોઈની નહી પરંતુ ઉત્તરપ્રદેશમાં ઝાંસીમાં મહિલા કોન્સ્ટેબલમાં ફરજ નિભાવી રહેલા અર્ચના જયંત ની છે.

હાલમાં સોશિયલ મીડિયામાં એક ફોટો ઘણો વાયરલ થયો છે જેમાં અર્ચના જે પોતે મહિલા કોન્સ્ટેબલ છે તેઓ પોતાની ૬ મહિનાની દીકરીને સાથે રાખીને ડ્યુટી કરી રહેલા જણાય છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે અર્ચનાની ડ્યુટી એક પરીક્ષા કેન્દ્રમાં પોલીસ ભર્તીની પરીક્ષા માટે રાખવામાં આવી હતી. જયારે તેઓ આ ડ્યુટી મારે કોતવાલી રવાના થયા ત્યારે તેમને ખબર પડી કે તેમની ડ્યુટી પરીક્ષા કેન્દ્રને બદલે રીસેપ્શનમાં રાખવામાં આવી છે. ત્યારબાદ અર્ચના તેનો જરાય વિરોધ કરવાને બદલે તેમની ૬ મહિનાની દીકરી સાથે રીસેપ્શન પર ડ્યુટી કરવા લાગ્યા.

રીસેપ્શન પર ૬ મહિનાની દીકરીને સાથે રાખીને ડ્યુટી કરી રહેલા અર્ચનાનો ફોટો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઇ રહ્યો છે.

વરિષ્ઠ અધિકારીએ કર્યા મન મુકીને વખાણ 

તો બીજી બાજુ વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ કોન્સ્ટેબલ અર્ચનાનો આ જુસ્સો અને સર્પપણની ભાવનાના બે મોઢે વખાણ કર્યા છે.

પોલીસના વરિષ્ઠ અધિકારી રાહુલ શ્રીવાસ્તવે ટ્વીટ કર્યું છે કે અર્ચનાએ  એક માતાનું કર્તવ્ય અને પોલસીની ડ્યુટી બંનેને સરખું મહત્વ આપ્યું છે. આ માટે અર્ચના સલામ કરવાને લાયક છે.

ઉત્તર પ્રદેશ રાજ્યના DGP ઓપી સિંહે પણ કર્યા વખાણ 

https://twitter.com/dgpup/status/1056399020761985025

ઉત્તર પ્રદેશ રાજ્યના DGP ઓપી સિંહે પણ અર્ચનાના વખાણ કરતા ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું છે કે મળો ૨૧ મી સદીની તેવી મહિલાને કે જે પૂરી રીતે પોતાની ફરજ નિભાવી રહી છે.

આજે સવારે અર્ચના સાથે વાત કરી હતી અને ત્યારબાદ તેનું ટ્રાન્સફર આગ્રામાં તેમના ઘરની જોડે કરવાના આદેશ આપ્યા છે.

તમને જણાવી દઈએ કે અર્ચનાએ માસ્ટર ડીગ્રી સુધી અભ્યાસ કર્યા બાદ વર્ષ ૨૦૧૬માં પોલીસની નોકરીમાં લાગ્યા હતા.અર્ચનનાને એક ૧૦ વર્ષનો દીકરો કનક અને ૬ મહિનાની દીકરી અનિકા છે. તેમનો મોટો દીકરો હાલ આગ્રામાં તેના નાના ના ઘરે રહે છે.