Not Set/ મોરબી : નાની સિંચાઈ યોજના કૌભાંડ : ધ્રાંગધ્રાના એમએલએની પૂછપરછ

મોરબી જિલ્લાને હચમચાવી નાખનાર નાની સિંચાઈ યોજનામાં 30 કરોડના કૌભાંડનો રેલો હળવદના ધારાસભ્ય પરષોત્તમ સાબરીયા સુધી પહોંચ્યો છે. એ ડિવિઝન પોલીસ દ્વારા મોડી રાત્રે હળવદના ધારાસભ્ય પરસોત્તમ સાબરીયા અને તેમના નજીકના સાથીદારને એ ડિવિઝન પોલીસ મથકે લાવી પૂછપરછ શરૂ કરતાં સનસનાટી મચી ગઇ છે. મોરબી જિલ્લામાં નાની સિંચાઈ યોજના અંતર્ગત હળવદ, માળીયા, મોરબી સહિતના તાલુકાઓમાં તળાવ […]

Top Stories Gujarat Others
Morbi mla મોરબી : નાની સિંચાઈ યોજના કૌભાંડ : ધ્રાંગધ્રાના એમએલએની પૂછપરછ

મોરબી જિલ્લાને હચમચાવી નાખનાર નાની સિંચાઈ યોજનામાં 30 કરોડના કૌભાંડનો રેલો હળવદના ધારાસભ્ય પરષોત્તમ સાબરીયા સુધી પહોંચ્યો છે. એ ડિવિઝન પોલીસ દ્વારા મોડી રાત્રે હળવદના ધારાસભ્ય પરસોત્તમ સાબરીયા અને તેમના નજીકના સાથીદારને એ ડિવિઝન પોલીસ મથકે લાવી પૂછપરછ શરૂ કરતાં સનસનાટી મચી ગઇ છે.

Morbi mla 2 e1540725049628 મોરબી : નાની સિંચાઈ યોજના કૌભાંડ : ધ્રાંગધ્રાના એમએલએની પૂછપરછ

મોરબી જિલ્લામાં નાની સિંચાઈ યોજના અંતર્ગત હળવદ, માળીયા, મોરબી સહિતના તાલુકાઓમાં તળાવ ઊંડા ઉતારવા અને તળાવના રીનોવેશન કરવાના નામે મોરબી જિલ્લાના તત્કાલીન કાર્યપાલક ઈજનેર અને તેના મળતિયા કન્સલ્ટિંગ એજન્સીના માલીક દ્વારા ખોટા અંદાજો અને નકશા બનાવી સરકારને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડવામાં આવતા, આ મામલે કાર્યપાલક ઈજનેર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ફરિયાદના આધારે એ-ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી ચાર આરોપીઓને ઝડપી લઈ કૌભાંડના મૂળ સુધી પહોંચવા 12થી વધુ ગામોમાં તપાસ પણ કરી હતી. જેમાં ગત મોડી રાત્રે હળવદના ધારાસભ્ય પરષોત્તમ સાબરીયા અને તેમના નજીકના સાથીદારને મોરબી લાવી પૂછપરછ કરવામાં આવી છે