Not Set/ તેલંગાણામાં ચાર કોંગ્રેસના નેતાઓ જોડાયા સત્તાધીશ પાર્ટી ટીઆરએસ સાથે

હજી તો થોડાં સમય પહેલાં જ વિધાનસભા ચુંટણીનાં પરિણામ જાહેર થયાં છે અને કોંગ્રેસ પાર્ટી પુર જોશમાં કામ કરી રહી છે, પરંતુ તેલંગાણામાં કોંગ્રેસને ચુંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેલંગાણામાં ટીઆરએસ (તેલંગાણા રાષ્ટ્ર સમિતિ) સત્તા પર આવી છે. કોંગ્રેસ માટે તેલંગાણામાં વધુ એક અપસેટ સર્જાયો છે. 40 સીટમાંથી કોંગ્રેસ માત્ર 6 સીટ પર જ […]

Top Stories Politics
Congress તેલંગાણામાં ચાર કોંગ્રેસના નેતાઓ જોડાયા સત્તાધીશ પાર્ટી ટીઆરએસ સાથે

હજી તો થોડાં સમય પહેલાં જ વિધાનસભા ચુંટણીનાં પરિણામ જાહેર થયાં છે અને કોંગ્રેસ પાર્ટી પુર જોશમાં કામ કરી રહી છે, પરંતુ તેલંગાણામાં કોંગ્રેસને ચુંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેલંગાણામાં ટીઆરએસ (તેલંગાણા રાષ્ટ્ર સમિતિ) સત્તા પર આવી છે.

કોંગ્રેસ માટે તેલંગાણામાં વધુ એક અપસેટ સર્જાયો છે. 40 સીટમાંથી કોંગ્રેસ માત્ર 6 સીટ પર જ જીત્યું હતું અને એમાંથી પણ 4 કોંગ્રેસનાં વિધાનસભાનાં નેતાઓએ પોતાનું સમર્થન સત્તાધીશ પાર્ટી ટીઆરએસને આપી દીધું છે.

ચાર વિધાનસભાનાં કોંગ્રેસના નેતાઓ પ્રભાકર રાઓ, ટી સંતોષ કુમાર, કે દામોદર રેડ્ડી અને અકુલા લલિતા વિધાનસભાનાં ચેરમેન કે સ્વામીને મળીને અરજી કરી હતી કે તેઓને ટીઆરએસ પાર્ટી સાથે જોડવામાં આવે અને ચેરમેને એમનું નિવેદન સ્વીકારી લીધું હતું અને તેઓ ટીઆરએસ પાર્ટી સાથે જોડાઈ ગયાં તા.

વિધાનસભાની 40 સીટમાંથી કોંગ્રેસ પાસે હવે માત્ર 2 જ સીટ રહી છે. તેલંગાણાની વિધાનસભામાં કોંગ્રેસનાં હવે માત્ર 2 સભ્યો મોહમ્મદઅલી શબ્બીર અને પી સુધાકર રેડ્ડી જ રહ્યાં છે.