Sports News : ભારતીય ક્રિકેટ બોર્ડ શું ઈશાન કિશનને ફરીથી T 20માં સ્થાન આપશે કે નહીં તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. તાજેતરમાં અફઘાનિસ્તાન વિરૂદ્ધ T 20 આંતરરાષ્ટ્રીય મેચોની સિરિઝ માટે ભારતીય ટીમનું નામ જાહેર કરાયું ત્યારે સૌથી વધારે ચર્ચા રોહિત શર્મા અને વિરાટ કોહલીની થઈ હતી. કારણ કે બંને દિગ્જ્જોએ T 20માં લગભગ 1 વર્ષ બાદ પુનરાગમન કર્યું હતું. પરંતુ વિકેટ કીપર ઈશાન કિશનને શા માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન નથી મળ્યું તેવા સવાલો ઉઠી રહ્યા છે? શું તેનું ટીમ પ્રત્યે બેદરકારીભર્યું વર્તન જવાબદાર ગણાય છે?
એક ખાનગી એજન્સી મુજબ, માનસિક થાકને કારણે 25 વર્ષીય ખેલાડીએ તાજેતરમાં રજા પર ઉતર્યો હતો. તે પછીથી તેના પર્ફોરર્મન્સ પર અવળી અસર જોવા મળી હતી. તેના નજીકના લોકોનું માનવું છે કે દર વખતે તેને બેસાડી રાખવાના કારણે તે ઘણો નિરાશ હતો. તો બીજી બાજુ ટીમનું માનવું છે કે ઈશાને પોતાનુ સિલેકશન ન થવા મુદ્દે તેને ખેલદિલીથી ન હતું લીધું.
એવો દાવો પણ થઈ રહ્યો છે કે, સિલેક્ટર્સ હવે જીતેશ શર્મા અને સંજૂ સેમસનને તક આપવા વધુ વિચારણા કરી રહી છે. અન્ય ખાનગી એજન્સી અનુસાર ઈશાનને છેલ્લા ઘણા મહિનાઓથી ઘણી તકો હોવા છતાં તેને તક મળી ન હતી. જેથી તે નાખુશ હતો. બેટર (Batter) ઈશાન કિશને વિશ્વ કપ પછી ઓસ્ટ્રેલિયા સામે રમાવાની T 20માં રમવા ના પાડી દીધી હતી. પરંતુ બોર્ડે તેની વાત માની નહતી. તે પછી ઈશાને સાઉથ આફ્રિકા વિરૂદ્ધ રમાનાર મેચમાં રસ દાખવ્યો હતો, પરંતુ તેને બોર્ડે ના પાડી હતી.
એક રિપોર્ટ મુજબ, ઈશાને ટીમ મેનેજમેન્ટને તેના ઘરે બોલાવવા પર વાત કરી હતી. પણ ફરી એકવાર બાજી બગડી. તેને ટીમ મેનેજમેન્ટને કહ્યું કે તેને સતત માનસિક થાક વર્તાઈ રહ્યો છે. તેને ઘણી મુસાફરી કરી છે. પરિવાર સાથે સમય વિતાવવો છે. પરંતુ વાસ્તવિકતા એ હતી કે તે દુબઈ ફરવા જવાનો નિર્ણય લીધો, તેમજ પાર્ટી કરી રહ્યો હતો.
તો બીજી તરફ તેના નજીકના વર્તુળોનું માનવું છે કે તેની અંગત જીંદગીમાં દખલગીરી ન કરવી જોઈએ. તે સમય ક્યાં વિતાવે છે તે જાણવું જરૂરી નથી. ઈશાન કિશને પોતે અફઘાનિસ્તાન સામે રમવા તૈયાર છે તેવું દર્શાવ્યું હતું. પરંતુ ઋતુરાજ ગાયકવાડનું સિલેકશન ન તવા છતાં તેને ફિલ્ડ પર આવવાની તક મળી ન હતી.
અત્યારે ઈશાન કિશન બધા ફોર્મેટમાં પોતાનું સારૂ પ્રદર્શન ગુમાવી રહ્યો છે. અત્યારે અનિશ્ચિતતા દેખાઈ રહી છે કે તેને ઈંગ્લેન્ડ વિરૂદ્ધ રમવાની વધુ એક તક મળશે કે નહીં. કે એલ રાહુલ સારૂ રમી રહ્યો છે તેથી કહેવું મુશ્કેલ છે કે ઈશાન કિશનને તક મળશે કે નહીં.
આ પણ વાંચો:Saudi Arabia/ સ્મૃતિ ઈરાનીની સાઉદી મુલાકાતથી ભડક્યું પાકિસ્તાની મીડિયા
આ પણ વાંચો:વડોદરા/ બાઈક ચોરીના કેસમાં ક્રાઈમ બ્રાંચ પોલીસની પુછપરછમાં યુવકના મોતને પગલં શંકા કુશંકાઓ
આ પણ વાંચો:Entertainment/ આ વેલેન્ટાઈનને રોમેન્ટિક બનાવશે શાહિદ-કૃતિની જોડી, આ ફિલ્મમાં કરશે રોમાન્સ