Not Set/ ચૂંટણી પહેલા દિલ્હીમાં કોંગ્રેસને મોટો ઝટકો, પાર્ટીનાં બે નેતા AAP માં જોડાયા

દિલ્હી વિધાનસભાની ચૂંટણી 2020 ને ધ્યાનમાં રાખીને, કોંગ્રેસ શનિવારનાં અંત સુધીમાં 70 માંથી 20 વિધાનસભા બેઠકો પર ઉમેદવારોની ઘોષણા કરશે, તે પહેલા તેને મોટો ઝટકો લાગ્યો છે. જણાવી દઇએ કે, દિલ્હી યુથ કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ જગદીશ યાદવ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને સાંસદ સુશીલ ગુપ્તાની હાજરીમાં તેઓ પાર્ટીમાં જોડાયા હતા. […]

Top Stories India
01 5e199037d735b ચૂંટણી પહેલા દિલ્હીમાં કોંગ્રેસને મોટો ઝટકો, પાર્ટીનાં બે નેતા AAP માં જોડાયા

દિલ્હી વિધાનસભાની ચૂંટણી 2020 ને ધ્યાનમાં રાખીને, કોંગ્રેસ શનિવારનાં અંત સુધીમાં 70 માંથી 20 વિધાનસભા બેઠકો પર ઉમેદવારોની ઘોષણા કરશે, તે પહેલા તેને મોટો ઝટકો લાગ્યો છે. જણાવી દઇએ કે, દિલ્હી યુથ કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ જગદીશ યાદવ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને સાંસદ સુશીલ ગુપ્તાની હાજરીમાં તેઓ પાર્ટીમાં જોડાયા હતા. વર્ષ 2015 માં, જગદીશ યાદવે રિઠાલાથી ચૂંટણી લડી હતી.

આ દરમિયાન અરવિંદ કેજરીવાલ અને સુશીલ ગુપ્તાએ જગદીશ યાદવને પાર્ટીમાં આવકાર્યા હતા અને અભિનંદન પણ પાઠવ્યા હતા. પાર્ટીમાં જોડાતી વખતે જગદીશ યાદવે કહ્યું કે, તેઓ આમ આદમી પાર્ટીને સંપૂર્ણ નિષ્ઠાથી મજબૂત કરશે. જગદીશ યાદવ દિલ્હી પછાત વર્ગ આયોગ (ઓબીસી કમિશન દિલ્હી) નાં અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. આ સાથે, તેમણે કોંગ્રેસ પાર્ટીથી દિલ્હી વિધાનસભાની ચૂંટણી 2015 માં રિઠાલી બેઠક પણ લડી હતી, પરંતુ અરવિંદ કેજરીવાલ લહેરમાં તે આમ આદમીનાં ઉમેદવારની સામે ચૂંટણી હારી ગયા હતા.

જણાવી દઈએ કે, બે દિવસ પહેલા ગુરુવારે મટિયા મહેલ વિધાનસભા બેઠકનાં પૂર્વ ધારાસભ્ય શોએબ ઇકબાલ પણ કોંગ્રેસ પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ‘આપ’માં શોએબ ઇકબાલનાં સમાવેશને મોટો ઝટકો એટલા માટે કહી શકાય કારણ કે તે મટિયા મહેલ વિધાનસભા બેઠક પરથી 5 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. જો કે, 2015 માં તેમને AAP નાં અસિમ અહેમદ ખાને હારનો સામનો કરવો પડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.