Not Set/ SC/ નિર્ભયાનાં 2 દોષિતોની ક્યૂરેટીવ પિટીશન પર 14 જાન્યુઆરીએ સુનાવણી

2012માં દિલ્હી ગેંગરેપ કેસ કે  નિર્ભયા કેસનાં 2 દોષિતો દ્વારા SCમાં કરવામાં આવેલી ક્યૂરેટીવ પિટીશન પર 14 જાન્યુઆરીએ સુનાવણી કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટની ન્યાયાધીશ એન.વી. રમણા, અરુણ મિશ્રા, આર.એફ. નરીમાન, આર.બનુમાથી અને અશોક ભૂષણની પાંચ જજોની ખંડપીઠ, 14 જાન્યુઆરીએ 2 ફાંસીની સજાના દોષિત વિનય શર્મા અને મુકેશ દ્વારા દાખલ કરાયેલી અરજીઓની સુનાવણી કરશે. 2012 Delhi […]

Top Stories India
sc nirbhaya fanshi SC/ નિર્ભયાનાં 2 દોષિતોની ક્યૂરેટીવ પિટીશન પર 14 જાન્યુઆરીએ સુનાવણી

2012માં દિલ્હી ગેંગરેપ કેસ કે  નિર્ભયા કેસનાં 2 દોષિતો દ્વારા SCમાં કરવામાં આવેલી ક્યૂરેટીવ પિટીશન પર 14 જાન્યુઆરીએ સુનાવણી કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટની ન્યાયાધીશ એન.વી. રમણા, અરુણ મિશ્રા, આર.એફ. નરીમાન, આર.બનુમાથી અને અશોક ભૂષણની પાંચ જજોની ખંડપીઠ, 14 જાન્યુઆરીએ 2 ફાંસીની સજાના દોષિત વિનય શર્મા અને મુકેશ દ્વારા દાખલ કરાયેલી અરજીઓની સુનાવણી કરશે.

આપને જણાવી દઇએ કે, નિર્ભયા દુષ્કર્મનાં ચાર દોષીઓમાં વિનયકુમાર શર્મા અને મુકેશએ ફાંસીની સજા સામે ફરી સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. 2012 ની દિલ્હી નિર્ભયા દુષ્કર્મ કેસમાં દોષિત વિનય કુમાર શર્મા અને મુકેશએ સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટીવ પિટીશન કરી હતી. હકીકતમાં, દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયા કેસમાં તમામ ગુનેગારો સામે ડેથ વોરંટ જારી કરીને મૃત્યુદંડની તારીખ નક્કી કરી છે.

22 જાન્યુઆરીએ સવારે 7 વાગ્યે પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયા કેસનાં તમામ દોષીઓને ફાંસીની સજા ફટકારવામાં આવે તેવું ફરમાન કરી દીધું છે. નિર્ભયાની માતાએ પટિયાલા હાઉસ કોર્ટમાં ગુનેગારો સામે ડેથ વોરંટની માંગણી કરી હતી, જેના આધારે કોર્ટે નિર્ભયાની માતાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને 22 જાન્યુઆરીએ ફાંસીની તારીખ નક્કી કરી હતી.

ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં સાત વર્ષ પહેલાં 16 ડિસેમ્બર 2012ની રાત્રે, એક સગીર સહિત 6 લોકોએ 23 વર્ષની નિર્ભયા સાથે એક ચાલતી બસમાં સામૂહિક દુષ્કર્મ કર્યો હતો અને તેને બસની બહાર રસ્તાની બાજુમાં ફેંકી દીધી હતી. જેણે પણ આ ઘટનાની ક્રૂરતા વિશે વાચ્યું અને સાંભળ્યું તેના રુવાટા ઉભા થઇ ગયા હતા. આ ઘટના પછી દેશભરમાં વ્યાપક દેખાવો થયા હતા અને મહિલા સુરક્ષાને સુનિશ્ચિત કરવા આંદોલન શરૂ થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.