Gujarat/ ગુજરાત કેડરના IPS એ.કે.શર્મા રાજ્યમાં પરત ફર્યા, નિવૃત્તિ પહેલાં જ અપાશે DGનું પ્રમોશન

આજે સમાચારની દુનિયામાં ગુજરાત કેડરના બે અધિકારીઓ ચર્ચામાં રહ્યા છે. આઈએએસ અને આઈપીએસની અધિકારીઓમાં એ.કે. શર્મા છવાયેલા રહ્યાં છે,જોકે આ બંને એક સરખા નામ ધરાવતા

Top Stories India
1

મંતવ્ય બ્રેકિંગન્યૂઝ..
ગુજરાત કેડરના IPS એકે શર્મા રાજ્યમાં પરત ફર્યા
ડીજીનું પર્ફોમા પ્રમોશન મળી ચૂક્યું છે એકે શર્માને
કેન્દ્રમાં હતા ડેપ્યુટેશન પર
31 જાન્યુઆરીએ નિવૃત્ત થઇ રહ્યા છે એકે શર્મા
નિવૃત્તિ પહેલા જ ડીજીનું અપાશે પ્રમોશન
શર્માને નિવૃ્ત્તિ બાદ અપાઇ શકે છે મોટી જવાબદારી
મોદી શાહની નજીક ગણાય છે એકે શર્મા

આજે સમાચારની દુનિયામાં ગુજરાત કેડરના બે અધિકારીઓ ચર્ચામાં રહ્યા છે. આઈએએસ અને આઈપીએસની અધિકારીઓમાં એ.કે. શર્મા છવાયેલા રહ્યાં છે,જોકે આ બંને એક સરખા નામ ધરાવતા એ.કે. શર્મા અલગ-અલગ જવાબદારી અને હોદ્દાઓ ધરાવે છે. એક ગુજરાત કેડરના પૂર્વ આઇ.એ.એસ અધિકારી આઇએએસ અરવિંદ કુમાર શર્મા ભાજપમાં જોડાયાના એક દિવસ બાદ MLCના ઉમેદવાર બન્યા છે. જ્યારે ગુજરાત કેડરના આઈપીએસ એ.કે. શર્મા રાજ્યમાં પરત ફર્યા છે. બંને અધિકારીઓ નરેન્દ્ર મોદીના ખાસ માનવામાં આવે છે તેમજ પોતપોતાના ક્ષેત્રમાં સુંદર કામગીરી કરવા માટે પંકાયેલા છે અને જોગાનુજોગ બંનેની પ્રગતિ થાય તેવા સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે.

Political / UPના સૌથી પછાત જિલ્લા મઉમાં રીટાયર્ડ IAS એકે શર્મા શા માટે ભ…

ગુજરાત કેડરના 1988ની બેચના આઇએએસ અરવિંદ કુમાર શર્માએ સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરી હતી અને લોકોને ચોંકાવી દીધા હતા. ગુરુવારે લખનૌ ભાજપમાં જોડાયા હતા. અને એક દિવસ બાદ જ તેમને ઉત્તર પ્રદેશ વિધાન પરિષદની ચુંટણીમાં ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.તેઓને આ નવી જવાબદારી સોંપવામાં આવ્યા બાદ પાર્ટીમાં તેમને આવકારવામાં આવ્યા હતા.

Political / ભાજપએ કોરોનાથી પણ વધુ ખતરનાક વાયરસ છે : TMC સાંસદ નુસરત જહાં…

જ્યારે બીજી તરફ 1987ની બેચના ગુજરાત કેડરના આઇપીએસ અધિકારી અરુણ કુમાર શર્મા તાજેતરમાં જ ગુજરાત પરત ફર્યા છે. તેઓ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર જવાબદારી સંભાળી રહ્યા હતા. તેમજ આગામી 31મી જાન્યુઆરીએ નિવૃત્ત થઇ રહ્યા છે. તેઓ ડીજીનું પરફોર્મ પ્રમોશન પ્રાપ્ત કરી ચૂક્યા છે. તેમજ નિવૃત્તિ પહેલા જ તેઓને ડીજી ના પદ પર પ્રમોશન મળે તેવી પ્રબળ શક્યતાઓ અધિકારી સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. મોદી અને શાહના નજીકના માનવામાં આવતા અરુણકુમાર શર્માને નિવૃત્તિ બાદ મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…