Not Set/ ભાજપનાં કાર્યાલયમાં અચાનક બેભાન થઇને પડ્યા સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર, હોસ્પિટલમાં ખસેડાયા

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિત્તે અહીં ભાજપ કાર્યાલયમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં સાંસદ પ્રજ્ઞાસિંહ ઠાકુર પણ હાજર હતા. કાર્યક્રમ દરમિયાન તેમની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ હતી અને તેઓ બેભાન થઈ ગયા હતા. પ્રજ્ઞા ઠાકુર બેહોશ થયા ત્યારે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સંબોધન કરી રહ્યા હતા. કહેવામાં […]

India
a0be87ffd561c26d9cc5a43b9b305027 1 ભાજપનાં કાર્યાલયમાં અચાનક બેભાન થઇને પડ્યા સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર, હોસ્પિટલમાં ખસેડાયા

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિત્તે અહીં ભાજપ કાર્યાલયમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં સાંસદ પ્રજ્ઞાસિંહ ઠાકુર પણ હાજર હતા. કાર્યક્રમ દરમિયાન તેમની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ હતી અને તેઓ બેભાન થઈ ગયા હતા.

b049a426a01d462affb40d0a8103be17 1 ભાજપનાં કાર્યાલયમાં અચાનક બેભાન થઇને પડ્યા સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર, હોસ્પિટલમાં ખસેડાયા

પ્રજ્ઞા ઠાકુર બેહોશ થયા ત્યારે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સંબોધન કરી રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે લાંબા સમય સુધી ઉભા રહેવાના કારણે તેમને ચક્કર આવી ગયા હતા. લોકોએ તેમને કોઈ રીતે ઉઠાવીને ખુરશી પર બેસાડ્યા હતા અને પછી તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

6fb6f58cc4c9fe865d2f1c3d808e7bff 1 ભાજપનાં કાર્યાલયમાં અચાનક બેભાન થઇને પડ્યા સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર, હોસ્પિટલમાં ખસેડાયા

આપને જણાવી દઈએ કે શ્યામા પ્રસાદ મુખર્જીનાં પ્રદર્શનનાં ઉદઘાટન સમયે મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે કહ્યું હતું કે, શ્યામા પ્રસાદ મુખર્જીનું કલમ 37૦ ખતમ કરવાનું સ્વપ્ન પૂર્ણ થયું છે. હવે મુખર્જીનાં સ્વપ્નનું ભારત બનશે. તેમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ભારત આત્મનિર્ભર બનશે. આપને જણાવી દઇએ કે, સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે યોગ દિન નિમિત્તે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો કે, તેમના દ્વારા આપવામાં આવતી પીડાનાં કારણે આજે મારી આ સ્થિતિ છે. તેમણે કહ્યું કે હું એક આંખથી જોઈ શકતી નથી અને બીજી આંખમાં ઘણુ ઓછુ દેખાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.