છેડતી/ “આજે તો જોરદાર __ લાગે છે હોટેલમાં લઈ જવા જેવી” ઉત્તરાયણમાં ઉધીંયુ લેવા નિકળેતી પરિણીતા સાથે છેડતી

અમદાવાદનાં જુના વાડજમાં રહેતી મહિલા ઉત્તરાયણ હોવાથી તૈયાર થઈને નણંદ સાથે ઉંઘીયું લેવા જતી હતી ત્ સમયે ચાલીના નાકે ઉભેલા ઈસમોમાંથી એક શખ્સે મહિલાને જોઈને

Ahmedabad Gujarat
teasing “આજે તો જોરદાર __ લાગે છે હોટેલમાં લઈ જવા જેવી” ઉત્તરાયણમાં ઉધીંયુ લેવા નિકળેતી પરિણીતા સાથે છેડતી

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

અમદાવાદનાં જુના વાડજમાં રહેતી મહિલા ઉત્તરાયણ હોવાથી તૈયાર થઈને નણંદ સાથે ઉંઘીયું લેવા જતી હતી ત્ સમયે ચાલીના નાકે ઉભેલા ઈસમોમાંથી એક શખ્સે મહિલાને જોઈને “આજે તો જોરદાર માલ લાગે છે હોટલમાં લઈ જવા જેવી છે” તેમ કહીને છેડતી કરી હતી. જેથી મહિલાએ યુવકને ગાળો બોલીને લાફો મારવા જતા મહિલાનો હાથનો નખ યુવકનાં મો પર વાગ્યો ગયો..અને બોલાચાલી થતા મહિલાનાં પતિ આવી જતા છેડતી કરનાર શખ્સના પરિવાર અને મહિલાના પરીવાર વચ્ચે બોલાચાલી અને મારામારી થઈ હતી. વાડજ પોલીસે બંને પક્ષે સામ-સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.

જૂના વાડજ વિસ્તાર રહેતી મહિલા ઉત્તરાયણ હોવાથી ઉંધીયું લેવા માટે ગઇ હતી. હનુમાનપુરા BRTS બસ સ્ટેન્ડ પાસે ઉભેલા કેટલાક લોકોમાંથી બિપિન મકવાણા નામના શખ્સે મહિલાની છેડતી કરતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. અને આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. દરમિયાનમાં બિપિનના પિતા અને મહિલાના પતિ પણ ત્યાં આવી પહોંચ્યા હતા. બંને વચ્ચે મારા મારી થતા ફરિયાદીએ નીચે પડેલી ઈંટ તેમને મારી હતી. પોલીસને જાણ કરતા વાડજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંનેની સામસામે ફરિયાદ લઈ વધુ તપાસ શરૂ કરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…