RMC/ રાજકોટ પાણીની લાઈનમાં ભંગાણ : હજારો લીટર પાણી રસ્તા પર વહી ગયું, સવારે પાણી વિતરણ મોડુ થવાના સંકેત

ઉનાળો આવતાની સાથે રાજ્યભરમાં કેટલાક જિલ્લાઓમાં કોરોનાની સાથે જ પાણીની કિલ્લતના બેવડા મારનો સામનો પ્રજાને કરવો પડી રહ્યો છે. તેમાંથી એક શહેર રાજકોટ પણ છે, ત્યારે તેની વચ્ચે રાજકોટમાં આજે સિવિલ હોસ્પિટલ ચોક

Gujarat Rajkot
civil waste water રાજકોટ પાણીની લાઈનમાં ભંગાણ : હજારો લીટર પાણી રસ્તા પર વહી ગયું, સવારે પાણી વિતરણ મોડુ થવાના સંકેત

ઉનાળો આવતાની સાથે રાજ્યભરમાં કેટલાક જિલ્લાઓમાં કોરોનાની સાથે જ પાણીની કિલ્લતના બેવડા મારનો સામનો પ્રજાને કરવો પડી રહ્યો છે. તેમાંથી એક શહેર રાજકોટ પણ છે, ત્યારે તેની વચ્ચે રાજકોટમાં આજે સિવિલ હોસ્પિટલ ચોક ખાતે પાણીની લાઈનમાં ભંગાણ થતાં હજારો લિટર પાણી રસ્તા પર વહી ગયું હતું. જો કે ઘટનાની જાણ થતાં જ મનપા દ્વારા રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

પ્રગતિના પંથે કોરોના..? /  કચરાના ટેમ્પોમાં લઇ જવાયા વેન્ટિલેટર સિસ્ટમ મશીન

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે પાણીના મુખ્ય પાણીના મુખ્ય સ્ત્રોત તરીકે જાણિતા સિવિલ હોસ્પિટલ ચોકની પાણીની લાઈનમાં ભંગાણ થતાં રસ્તામાં ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી. જો કે આ અંગે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે મનપાના JCBથી વિસ્તારમાં રોડ-રસ્તાનું કામ થતું હોવાથી પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થયું હતું. જેથી સવારથી અનેક ઘરોમાં પાણી વિતરણ મોડું થશે.

કોરોના કહેર / ઓડિશામાં કોરોનાએ મચાવ્યો હાહાકાર, 10 જિલ્લામાં નાઈટ કર્ફ્યૂ

આજે સિવિલ હોસ્પિટલ ચોક ખાતે જેને લઈને રસ્તા પરથી પસાર થતાં વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. પાણીની લાઈનમાં ભંગાણ થતાં પાણીના ફૂવારા થતાં જોવા મળ્યાં હતા. આ સાથે જ રસ્તા પર નદીની જેમ હજારો લિટર પાણી વહી ગયું હતું.

દાવ-પેચ / મમતાની ચેલેન્જ- એક પગથી જ બંગાળ જીતી લઇશ, પછી બે પગથી દિલ્હી પણ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…