અમદાવાદ/ GTU દ્વારા LLBની પરીક્ષાને લઈને કરી મોટી જાહેરાત,જાણો કઈ

રાજય માં આ વખતે કોરોનાની બીજી લહેર ખુબ જ ભયંકર જોવા મળી હતી .જેમાં ઘણા લોકો કોરોના સંકાર્મિત થયા હતા .તેમજ ઘણા લોકો પણ મૃત્યુ પામ્યા હતા . વધતા જતા કેસો ને લઈને રાજય માં અનેક પરીક્ષાઓ રદ કરવામાં આવી અથવાતો માસ પ્રમોશન આપવામાં આવ્યા છે . ત્યારે હવે કેસો ઘટતા  કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને […]

Ahmedabad Gujarat
Untitled 132 GTU દ્વારા LLBની પરીક્ષાને લઈને કરી મોટી જાહેરાત,જાણો કઈ

રાજય માં આ વખતે કોરોનાની બીજી લહેર ખુબ જ ભયંકર જોવા મળી હતી .જેમાં ઘણા લોકો કોરોના સંકાર્મિત થયા હતા .તેમજ ઘણા લોકો પણ મૃત્યુ પામ્યા હતા . વધતા જતા કેસો ને લઈને રાજય માં અનેક પરીક્ષાઓ રદ કરવામાં આવી અથવાતો માસ પ્રમોશન આપવામાં આવ્યા છે . ત્યારે હવે કેસો ઘટતા  કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ગુજરાત યુનિવર્સિટીએ મોકૂફ રાખેલી LLBની પરીક્ષા હવે ઓનલાઈન યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી હવે   જે વિદ્યાર્થીઓ ઓનલાઇન પરીક્ષા આપવા ઈચ્છતા હોય તેમને 19 જૂન સુધીમાં ઓનલાઇન પરીક્ષા માટેનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.

9 જૂન સુધી વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની વેબસાઇટ પર ઓનલાઇન પરીક્ષા માટે વિકલ્પ પસંદ કરી શકશે. 19 જૂન સુધી વિકલ્પ ના પસંદ કરનારની ઓફલાઈન પરીક્ષા યોજાશે.તેવું જાણવા મળી રહ્યું છે .

જેમાં સેમેસ્ટર 2, 4, 6 અને ઈન્ટ્રીગ્રેટેડ લોની આ પરીક્ષા યોજાશે. ઓનલાઇન પરીક્ષા પસંદ કર્યા બાદ મોક ટેસ્ટ પણ આપવી પડશે. મોક ટેસ્ટ આપી હશે તેને જ ઓનલાઇન પરીક્ષા આપવા દેવામાં આવશે. જે વિદ્યાર્થીઓ ઓનલાઇન પરીક્ષા માટેનો વિકલ્પ પસંદ કરશે તેમને યુનિવર્સિટીના તમામ નિયમોનું પાલન કરવું પડશે અને પરીક્ષા આપવી પડશે.

આ  ઉપરાંત  50 માર્કસની MCQ આધારિત ઓનલાઇન પરીક્ષા યોજાશે. જેમાં 50 મિનિટ આપવામાં આવશે. વિદ્યાર્થીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે એકવાર ઓનલાઈન કે ઓફલાઈન પરીક્ષાના વિકલ્પની પસંદગી બાદ બદલી શકાશે નહીં.