mobile blast/ ભાવનગરમાં વિવો કંપનીના મોબાઇલમાં બ્લાસ્ટ, પાનના ગલ્લા પર ઉભેલ વ્યક્તિને પંહોચી ઇજા, CCTVમાં કેદ થઈ ઘટના

ભાવનગરમાં વિવો કંપનીના મોબાઇલમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં પાનના ગલ્લા પર ઉભેલ વ્યક્તિને ઇજા પંહોચી છે.

Top Stories Gujarat Breaking News
YouTube Thumbnail 2024 03 11T153407.988 ભાવનગરમાં વિવો કંપનીના મોબાઇલમાં બ્લાસ્ટ, પાનના ગલ્લા પર ઉભેલ વ્યક્તિને પંહોચી ઇજા, CCTVમાં કેદ થઈ ઘટના

ભાવનગરમાં વિવો કંપનીના મોબાઇલમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં પાનના ગલ્લા પર ઉભેલ વ્યક્તિને ઇજા પંહોચી છે. ભાંગલીગેટ વિસ્તારમાં પાનના ગલ્લા ઉપર એક વ્યક્તિ પાસે વિવો કંપનીનો મોબાઈલ હતો. અચાનક આ વ્યક્તિના વિવો કંપનીના મોબાઈલમાં બ્લાસ્ટ થતા તે યુવાન ગંભીરપણે ઇજાગ્રસ્ત થયો. વિવો કંપનીના મોબાઈલ બ્લાસ્ટ થવાની દુર્ઘટનામાં સંજય રાજાઇ નામનો વ્યક્તિને ગંભીર ઇજા પંહોચી. આ યુવાનને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે.

બ્લાસ્ટની ઘટના સીસીટીવીમાં થઈ કેદ

ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરમાં ભાંગલીગેટ વિસ્તારમાં પાનના ગલ્લા પર મોબાઈલ બ્લાસ્ટની દુર્ઘટના બની. પાનના ગલ્લા પર એક યુવાનના ખિસ્સામાં વિવો કંપનીનો મોબાઈલ હતો. CCTVમાં સમગ્ર ઘટના કેદ થઈ છે. CCTV ફૂટેજમાં દેખાય છે કે પાનના ગલ્લા પર બે યુવાનો ઉભા છે. બંને યુવાનો પાનના ગલ્લાવાળા ભાઈ જોડે વાતચીત કરી રહ્યા છે. દરમ્યાન બ્લુ ટી-શર્ટ પહેરેલ યુવાનના ખિસ્સામાં તણખા જેવું દેખાય છે અને યુવાન દાઝી જતા પાનના ગલ્લાથી થોડે દૂર ભાગે છે. ત્યારબાદ મોબાઈલ બ્લાસ્ટ થવાનું સામે આવતા બીજો યુવાન અને અન્ય લોકો પણ સંજય રાજાઇ નામના યુવાનની પાછળ ભાગે છે. અને આગ ઓલવવા પ્રયાસ કરે છે. લોકોના પ્રયાસથી મોબાઈલ બ્લાસ્ટ થવાની દુર્ઘટના પર અંકુશ મેળવવા પ્રયાસ કરાયો. દરમ્યાન બ્લાસ્ટની દુર્ઘટનાને પગલે સંજય રાજાઈ નામના યુવાન ગંભીરપણે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. સમગ્ર ઘટનામાં વિવો કંપનીનો મોબાઈલ અચાનક બ્લાસ્ટ થયાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસ વધુ વિગતે તપાસ કરશે તેમ સૂત્રોએ જણાવ્યું છે. વિવો કંપનીના મોબાઈલની ડેટ, બેટરી તેમજ ચાર્જર મામલે વધુ વિગતો તપાસ થશે.

બેદરકારી બની શકે બ્લાસ્ટનું કારણ

મોબાઈલ બ્લાસ્ટ થવાના અનેક કારણો હોય છે. કેટલાક કિસ્સામાં મોબાઈલ બ્લાસ્ટ થતા ગંભીર રીતે દાઝી જવા તેમજ આંખ કે કાનને ઇજા થયાની ઘટનાઓ સામે આવી છે. મોબાઈલ ફોન બ્લાસ્ટ ના થાય માટે આપણે પણ સતર્કતા રાખવી જરૂરી છે. સામાન્ય રીતે દરેક કંપની ફોન સાથે ચાર્જર અને હેન્ડસેટ તેમજ કેબલ આપે છે. કેટલીક વખત લોકો કોઈપણ ફોન સાથે ગમે કોઈપણ  ચાર્જર સાથે કોઈ અન્ય કેબલ લગાવી ઉપયોગ કરવા પર બ્લાસ્ટ થવાની ઘટનાના શિકાર થાય છે. તમામ લોકોએ મોબાઈલ ચાર્જ કરવા મામલે વધુ ધ્યાન રાખવું જરૂરી છે જેથી બ્લાસ્ટ જેવી ઘટનાઓથી દૂર રહી શકીએ. ભાવનગરમાં વિવો કંપનીનો મોબાઈલ બ્લાસ્ટ થવા મામલે વધુ તપાસ હાથ ધરાશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Guj-Board Exam/આજથી ગુજરાત બોર્ડની પરીક્ષા, મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને સફળતા માટે પાઠવી શુભેચ્છા, પોલીસ આપશે વિદ્યાર્થીઓને સુવિધા

આ પણ વાંચો:NDA માં ચંદ્રબાબુ નાયડુની ફરીથી એન્ટ્રી, આંધ્રપ્રદેશમાં ડીલ થઈ ફાઇનલ, જાણો શું છે ફોર્મુલા?

આ પણ વાંચો: Junagadh/જૂનાગઢમાં ગોડાઉન પર દરોડો, દારૂ સાથે રૂ. 10 લાખથી વધુનો મુદ્દામાલ કબજે