accident case/ હરિયાણાના રેવાડીમાં ભીષણ માર્ગ અકસ્માતમાં છ લોકોના મોત

પોલીસના જણાવ્યા મુજબ ગાઝીયાબાદની અજનારા ગ્રીન સોસાયટીમાં રહેતા શીખા, નીલમ, પૂનમ અને રચના કપૂર રવિવારે રાજસ્થાનના ખાટુ શ્યામ મંદિરમાં દર્શન કરવા ગયા હતા. દર્શન કરી પરત આવતી વખતે મસાની ગામ પાસે તેમની કારને પંક્ચર થયું હતું.

Top Stories India
Beginners guide to 2024 03 11T151549.471 હરિયાણાના રેવાડીમાં ભીષણ માર્ગ અકસ્માતમાં છ લોકોના મોત

@નિકુંજ પટેલ

Haryana News: હરિયાણાના રેવાડીમાં રવિવારે રાત્રે મસાની ગામ પાસે એક પૂરઝડપે જઈ રહેલી કારે છ જણાને કચડી નાંખ્યા હતા. આ ઘટનામાં ચાર મહિલા સહિત છ જણાના મોત નીપજ્યા હતા.

હરિયાણાના રેવાડીમાં મસાની ગામ પાસે રવિવારે મોડી રાત્રે આ અકસ્માત થયો હતો. જેમાં પૂરઝડપે જઈ રહેલી કારે છ જણાને અડફેટે લીધા હતા. જેમાં ચાર મહિલા સહિત છ જણાના મોત નીપજ્યા હતા. તે સિવાય રેવાડીના ખરખડા ગામના ચાર યુવક ઘાયલ થયા હતા. કહેવાય છે કે કારને ટક્કર મારનાર એસયુવીનો કાર ચાલક નશામાં હતો.

પોલીસના જણાવ્યા મુજબ ગાઝીયાબાદની અજનારા ગ્રીન સોસાયટીમાં રહેતા શીખા, નીલમ, પૂનમ અને રચના કપૂર રવિવારે રાજસ્થાનના ખાટુ શ્યામ મંદિરમાં દર્શન કરવા ગયા હતા. દર્શન કરી પરત આવતી વખતે મસાની ગામ પાસે તેમની કારને પંક્ચર થયું હતું. કારચાલક વિજય કુમાર કારને સડક પાસે રાખીને ટાયર બદલી રહ્યો હતો. જ્યારે મહિલાઓ કારની પાસે ઉભી રહી હતી.

તે સમયે રેવાડી તરફથી પૂરઝડપે આવી રહેલી કારે આ ચાર મહિલાઓને ટક્કર મારી દીધી હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે બન્ને કાર પલ્ટી ગઈ હતી. જેમાં ચારેય મહિલાઓ તથા કાર ચાલક વિજયના મોત નીપજ્યા હતા. જ્યારે બીજી કારમાં બેઠેલા રેવાડી ગામના ફરખડાના રહેવાસી સોનુ, અજય, સુનિલ, ભોલુ અને મિલન ઘાયલ થયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃIPL 2024/ રોહિત શર્મા ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમશે? રાયડુના નિવેદનથી ખળભળાટ

આ પણ વાંચોઃમણિપુર હિંસા મુદ્દે ફાઇટર ચેમ્પિયન ચુંગરેંગ કોરેનનો એક વીડિયો સામે આવ્યો

આ પણ વાંચોઃMurder Case/ ભુજના મોટા રેહા ગામે યુવકની તિક્ષ્ણ હથિયારોથી નિર્મમ હત્યા

આ પણ વાંચોઃMehsana/ કડીના રાજપુર-ઈન્દ્રાડ રોડ ઉપર હિટ એન્ડ રનનો બનાવ, બે યુવાનોના મોત

આ પણ વાંચોઃવડાપ્રધાનની ડિગ્રીના માનહાનિ કેસમાં આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી