વિવાદોથી ઘેરાયેલુ રહેતુ માંજલપુર પોલીસ સ્ટેશન વધુ એક વખત વિવાદમાં આવ્યું છે. અહીં પોલીસ સ્ટેશનના બે કર્મીઓ રાત્રી કર્ફ્યુ દરમિયાન પાનનો ગલ્લો ખુલ્લો રાખનાર દુકાનદારને ઢોર માર-મારતો હોવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેમેરામાં કેદ થઇ હતી.
આ અંગેની વિગત એવી છે કે વડસરગામમાં રહેતા જેસીંગ કાંતિભાઇ મારવાડી નામનો 42વર્ષનો વેપારી વડસરરોડ પર પંજાબી ધાબાની સામે પાન-પડીકીની દુકાન ધરાવે છે. ગઇરાત્રે તેઓ દુકાન પર હતા ત્યારે સાદા ડ્રેસમાં બે કોન્સ્ટેબલો દુકાન પર આવ્યા હતાં અને દુકાનદાર સાથે બોલાચાલી કરી ઢોર માર માર્યો હતો. કોન્સ્ટેબલોએ દુકાનદારને બે લાફા મારી દીધા હતા અને ફેંટો મારતા ઇજા થઇ હતી. ઇજાગ્રસ્ત દુકાનદારને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે.
આ પણ વાંચો :ખારાઘોડામાં દોઢસો વર્ષ પહેલા શોપીંગ મોલ ધમધમતો,જ્યાં ક્રેડિટ કાર્ડ ચાલતા…!
આ અંગે માંજલપુર પીઆઇએ જણાવ્યું હતું કે રાત્રે 10 વાગ્યા બાદ પણ દુકાન ખુલ્લી હતી જેથી પોલીસ રાત્રિ કરફ્યૂનો અમલ કરાવવા માટે ગઇ ત્યારે દુકાનદાર સાથે બોલાચાલી થઇ હતી. ઉલ્લેખનીય છે કે એક તરફ શહેર પોલીસ પ્રજાને સોશિયલ મીડિયાના માધ્યમથી જાગૃત કરી રહી છે ત્યારે બીજી તરફ પોલીસ કર્મીઓ દ્વારા ખાખીનો દુરઉપયોગ કર્યાની ઘટના સામે આવી છે. તેમ જોતા એવુ લાગે છે કે પહેલા પોલીસ ડીપાર્ટમેન્ટે જ શિસ્તનો પાઠ ભણાવવાની જરૂર છે.
આ પણ વાંચો :આજે ભરૂચ- અંકલેશ્વર વચ્ચે નવા બ્રિજ સહિત નાયબ મુખ્યમંત્રીના હસ્તે ₹ 222 કરોડના ખર્ચે ભૂમિપૂજન
પોલીસ કોન્સ્ટેબલોની આ દાદીગીરીનો વિડીઓ હાલ સોશિયલ મીડિયા વાયરલ થયો છે. પોલીસ કર્મીઓએ એટલી બેરહેમી પુર્વક દુકાનદારને માર માર્યો કે તેના કપડાં પણ ફાટી ગયા હતા. શિસ્તના આગ્રહી શહેર પોલીસ કમિશ્નર ડો. શમશેરસિંગ આ પોલીસ કર્મીઓ સામે શું પગલાં લે છે તે જોવું રહ્યું.
ઉલ્લેખનીય છે કે, એક તરફ શહેર પોલીસ પ્રજાને સોશિયલ મીડિયાના માધ્યમથી જાગૃત કરી રહી છે કે, લોકો કઇ રીતે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યાં છે. ત્યારે બીજી તરફ પોલીસ કર્મીઓ દ્વારા ખાખીનો દૂરઉપયોગ કર્યાની ઘટના સામે આવી છે.
આ પણ વાંચો :અમદાવાદ ફેરવાયું બેટમાં, ઠેર ઠેર ભરાયા પાણી, 7 જેટલા અન્ડરપાસ બંધ