વડોદરા-હત્યા/ વડોદરાના વિશ્વનાથ ગુર્જરની હત્યાના આરોપીઓને ગણતરીના દિવસોમાં પકડી પાડતી પોલીસ

વડોદરાના સાવલીના આસોસ ગામમાં કેટરિંગનો કારોબાર કરતાં વિશ્વનાથસિંહ ગુર્જરની સરેઆમ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેના પગલે સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. પોલીસે પણ આ ઘટનાની ગંભીરતાની નોંધ લઈ ત્વરિત કાર્યવાહી કરતા ગુનેગારોની છેક મધ્યપ્રદેશમાંથી ધરપકડ કરી હતી.

Top Stories Vadodara
Vadodara Murder વડોદરાના વિશ્વનાથ ગુર્જરની હત્યાના આરોપીઓને ગણતરીના દિવસોમાં પકડી પાડતી પોલીસ

Vadodara-Murder પોલીસ ધારે તો ગુનેગારોને વિશ્વના કોઈપણ છેડામાંથી પકડી પાડે છે તેનો પુરાવો વડોદરાની સાવલી ખાતેની ગ્રામ્ય પોલીસે ફરીથી આપ્યો હતો. થોડા સમય પહેલા વડોદરાના સાવલીના આસોસ ગામમાં કેટરિંગનો કારોબાર કરતાં વિશ્વનાથસિંહ ગુર્જરની સરેઆમ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેના પગલે સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. પોલીસે પણ આ ઘટનાની ગંભીરતાની નોંધ Vadodara-Murder લઈ ત્વરિત કાર્યવાહી કરતા ગુનેગારોની છેક મધ્યપ્રદેશમાંથી ધરપકડ કરી હતી.

આ હત્યાકાંડમાં વડોદરા જિલ્લા એલસીબીની ટીમે આરોપીઓ શિવસિંગ રાણા Vadodara-Murder અને આકાશ કિરાડની છેક મધ્યપ્રદેશમાંથી ધરપકડ કરી હતી. આમ જિલ્લા પોલીસની ટીમે હત્યાના ગણતરીના દિવસોમાં આરોપીઓને જેલભેગા કર્યા હતા. આમ હત્યાકાંડમાં પોલીસની આ ત્વરિત કાર્યવાહીની પ્રશંસા થઈ રહી છે. પ્રાથમિક તપાસમાં છ લાખની લેતીદેતીના પ્રકરણમાં દેશી બનાવટના તમંચાથી બે રાઉન્ડ ફાયરિંગ કરીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ ઘટનાની તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. મંજુસર પોલીસે આ આરોપીઓની ધરપકડ કરી હતી.

આ અંગે વડોદરા ગ્રામ્યના ડી.વાય.એસ.પી. બી.એચ. ચાવડાએ જણાવ્યું હતું કે Vadodara-Murder સમગ્ર વિશ્વનાથસિંહ ગુર્જરની હત્યાનો કેસ મુખ્યત્વે છ લાખની લેણદેણનો હતો. તેના લીધે આરોપીઓ શિવસિંગ રાણા અને આકાશ કિરાડે તેમના પર દેશી બનાવટના તમંચામાંથી ગોળી છોડીને તેની હત્યા કાઢી હતી. આરોપીઓની ધરપકડ પછી પોલીસ આ હત્યા પાછળ આ સિવાયની બીજો કોઈ હેતુ હતો કે નહી, આ સિવાય આ કેસના બીજા કયા પાસા છે તેની તપાસ કરી રહી છે. પોલીસ આ કેસના કોઈપણ પાસા બાકી રહી જાય તેમ ઇચ્છતી નથી તેથી દરેક પાસાનું બારીકાઈથી અવલોકન કરી રહી છે. આ ઉપરાંત હત્યાકાંડમાં વપરાયેલા દેશી બનાવટના શસ્ત્રો ક્યાંથી પૂરા પાડવામાં આવ્યા તે પણ પોલીસ જોઈ રહી છે. ગુજરાતમાં આ પ્રકારના શસ્ત્રો બનતા નથી તેથી આ શસ્ત્રો ક્યાંથી મળ્યા તે પોલીસને ખાસ જાણવું છે.

જાહેરમાં થયેલી હત્યાના લીધે આ વિસ્તારના લોકોમાં ભય વ્યાપી ગયો હતો. Vadodara-Murder વેપારીઓ પણ ડરી ગયા હતા. તેઓએ રેલી કાઢી હતી અને કલેક્ટરને આરોપીઓ સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે તથા આ વિસ્તારના વેપારીઓ કોઈપણ પ્રકારના ભય કે ડર વિના વેપાર કરી શકે તેવું વાતાવરણ રચવામાં આવે તે માટે વિનંતી કરી હતી.

તરુણ ગર્ભવતી/ મોરલો કળા કરી ગયોઃ બીમાર તરૂણીની દાખલ કરાતા ગર્ભવતી નીકળી

અશ્વિન માસ્ટરક્લાસ/ અશ્વિનના માસ્ટરક્લાસ સામે ઓસ્ટ્રેલિયાનો હજી પણ નથી કોઈ ક્લાસ

બિસ્માર આરોગ્યતંત્ર/ એમ્બ્યુલન્સ ન મળતા સાત વર્ષનો દીકરો પિતાનો જીવ બચાવવા હાથલારી પર નાખી હોસ્પિટલ પહોંચ્યો