PDP નાં વડા મહેબૂબા મુફ્તીએ ભાજપ પર કટાક્ષ કર્યો હતો. ભાજપ પર પ્રહાર કરતા મહેબૂબા મુફ્તીએ કહ્યું છે કે આ દેશમાં હવે માત્ર ભાજપનાં લોકો જ એકમાત્ર ભારતીય છે, બાકીનાં પાકિસ્તાની છે અથવા ખાલિસ્તાની છે. મહેબૂબાએ કહ્યું કે, પહેલા અમે પાકિસ્તાની હતા, હવે સરદાર લોકો પણ ભાજપની નજરમાં ખાલિસ્તાની બની ગયા છે.
આ પણ વાંચો – મુન્દ્રા હેરોઈનના પડઘા કેન્દ્રમાં / ગુજરાતનો દરીયા કિનારો ડ્રગ્સની દાણચોરી માટે પસંદગીનો રસ્તો કેમ છે? કોંગ્રેસના આકરા સવાલ
આપને જણાવી દઇએ કે, મંગળવારે મીડિયા સાથે વાત કરતા PDP નાં વડા મહેબોબા મુફ્તીએ કહ્યું કે, દિલ્હીનાં લોકો જમ્મુ -કાશ્મીરને પ્રયોગશાળા તરીકે ઉપયોગ કરી રહ્યા છે અને અહીં પ્રયોગો કરી રહ્યા છે. નેહરુ, વાજપેયી જેવા નેતાઓ પાસે J&K માટે દ્રષ્ટિ હતી, પરંતુ આ સરકાર હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે વિભાજન કરાવવામાં જ માને છે. સરદાર હવે ખાલિસ્તાની છે, અમે પાકિસ્તાની છીએ, માત્ર ભાજપ હિન્દુસ્તાની છે. બીજી બાજુ, મહેબૂબાએ આરોપ લગાવ્યો કે કેન્દ્રશાસિત પ્રદેશમાં સીમાંકનની કવાયત આડેધડ રીતે કરવામાં આવી રહી છે. આ સિવાય શહીદોનાં નામ પર શાળાઓનાં નામકરણ અંગે PDP ચીફે કહ્યું કે, તેઓ માત્ર નામ બદલી રહ્યા છે, પરંતુ નામ બદલીને બાળકોને રોજગારી મળશે નહીં. કેન્દ્ર સરકાર માત્ર તાલિબાન, અફઘાનિસ્તાન વિશે વાત કરે છે, પરંતુ ખેડૂતો અને બેરોજગારી વિશે કશું જ કરી રહી નથી.
આ પણ વાંચો – રાજકોટ ગ્રામ્ય પોલીસ માટે શરમ જનક ઘટના / પીધેલો હેડ કોન્સ્ટેબલ યુવતી સાથે કઢંગી હાલતમાં ઝડપાયો
ભાજપ પર પ્રહાર કરતા PDP વડાએ કહ્યું કે, અહીંની ગલીઓ અને શેરીઓનાં નામ બદલવાથી બેરોજગારી અને ભ્રષ્ટાચાર દૂર નહીં થાય. ભાજપ સરકાર લોકોને તોડવાનું કામ કરી રહી છે. આ સાથે તેમણે કહ્યું કે, આજે જમ્મુ -કાશ્મીર સંકટમાંથી પસાર થઈ રહ્યું છે, પરંતુ ભાજપ ખાલી કહે છે કે હિન્દુઓ જોખમમાં છે, પરંતુ તેમના કાર્યકાળ દરમિયાન હિન્દુઓ નહીં પરંતુ સમગ્ર દેશ અને લોકશાહી જોખમમાં છે.