રાજકોટના રામનાથપરા સ્મશાન પાસે ની ઇમારત છેલ્લા ઘણા વખતથી જર્જરિત હાલતમાં છે. તેમ છતાં પણ મનપાને આ જર્જરિત ઇમારત દેખાતી નથી. અને તેને ઉતારવા અંગેનો કોઈ નિર્ણય પણ લેવામાં આવ્યો નથી.
ઉલ્લેખનીય છે કે આ ઇમારત પૂર્વ રાજકોટમાં આવેલ. રામનાથપરા વિસ્તારમાં આવેલી છે. જે ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે. ઇમારતની બાજુમાં રોડ અને મંદિર હોવાથી લોકોની અવરજવર વધુ પ્રમાણમાં જોવા મળે છે. આપને જણાવી દઇએ કે ભારે વરસાદને કારણે આ ઇમારત રસ્તા પર ગમે ત્યારે પડી શકે છે. જેને લઇને કોઇ જાનહાની સર્જાઇ તો જવાબદાર કોણ તેવા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.