વડોદરામાં કોરોના કહેરને લઈને અનેક પરિવારના માળા પીંખાયા છે. વડોદરામાં જુવાનજોધ પુત્રના મોતના સમાચાર સાંભળવાના માત્ર 5 કલાકમાં પિતાનું પણ મોત નિપજ્યું હતું. ત્યારે એક પરિવારમાં બે મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
આપને જણાવી દઈએ કે, તરસાલીના મનીબાનગર વિસ્તારમાં રહેતા મયુર ભગત ડીજેના વ્યવસાય સાથે સંકળાયેલ હતા. 36 વર્ષીય મયુરભાઈ ગત મહિને કોરોનાથી સંક્રમિત થયા હતા. જોકે, તેના બાદ તેઓ રિકવર થયા હતા. પરંતુ થોડા દિવસ અગાઉ તેમના નાકમાંથી લોહી નીકળ્યું હતું. ત્યાર બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન મયુરભાઈના પિતા લક્ષ્મણભાઈને હાર્ટ એટેક આવ્યો હતો. તેથી તેમને પણ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પરંતુ આ વચ્ચ જ ગુરુવારે બપોરે મયુર ભાઈનું નિધન થયું હતું.
જે સમયે મયુરભાઈનું મોત નિપજ્યું હતું, ત્યારે ત્યારે તેમના પિતા લક્ષ્મણભાઈની એન્જિયોપ્લાસ્ટી થઈ હતી. ઓપરેશન બાદ તેમને પુત્રના નિધનની જાણ થતા જ તેઓ પુત્રના વિયોગને જીરવી શક્યા ન હતા. પરિવારે મેડિકલ સુપરવિઝનમાં જ મયૂરના મૃત્યુની વાત જણાવી દીધી. પરિણામે, તેમને બીજીવાર અટેક આવ્યો હતો. પુત્રના મૃત્યુના 5 કલાક બાદ સાંજે 5.30 વાગ્યે લક્ષ્મણભાઇનું પણ મોત થયું હતું.
આ વિશે તેમના નજીકના પરિવારજને જણાવ્યું હતું કે મયૂરના મૃત્યુના સમાચાર પિતાને જણાવવા કે નહીં એના વિશે પરિવારજનોમાં અસમંજસ હતી, પણ તબીબોએ પરિવારને જણાવ્યું કે ઘરે લઇ ગયા બાદ જાણ કરાય અને તેમની તબિયત લથડશે તો સમસ્યા સર્જાશે. તેથી પરિવારે મેડિકલ સુપરવિઝનમાં જ મયૂરના મૃત્યુની વાત જણાવી દીધી. પરિણામે, તેમને બીજીવાર અટેક આવ્યો હતો. પુત્રના મૃત્યુના 5 કલાક બાદ સાંજે 5.30 વાગ્યે લક્ષ્મણભાઇનું પણ મોત થયું હતું.