સેન્ટ્રલ મેક્સિકોમાં શુક્રવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં બસ અથડાતાં 19 લોકોના મોત થયા હતા અને 32 લોકો ઘાયલ થયા હતા. બસ શ્રદ્ધાળુઓથી ભરેલી હતી અને તેઓને ધાર્મિક સ્થળ પર લઈ જઈ રહી હતી. પરંતુ, તે રસ્તામાં અકસ્માતનો શિકાર બની હતી રાજ્યના અધિકારીઓએ જણાવ્યું હતું કે બસની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી અને તે એક ઈમારત સાથે અથડાઈ હતી.
બસમાં સવાર છ લોકો, જેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા, તેમને રાજ્યની રાજધાની ટોલુકાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સહાયક રાજ્ય ગૃહ સચિવ રિકાર્ડો ડે લા ક્રુઝે જણાવ્યું હતું કે આ અકસ્માત મેક્સિકો સિટીના દક્ષિણ પશ્ચિમમાં આવેલા જોક્વિસિન્ગો શહેરમાં થયો હતો. બસ પશ્ચિમી રાજ્ય મિકોઆકાનથી ચાલમા જઈ રહી હતી. આ એક એવું શહેર છે જેની સદીઓથી રોમન કેથોલિક યાત્રાળુઓ મુલાકાત લેવા આવ્યા હતાં
12 ડિસેમ્બર, ગુઆડાલુપની વર્જિનનો દિવસ નજીક આવી રહ્યો છે, તેથી ઘણા મેક્સિકન ધાર્મિક યાત્રા પર જાય છે. આ સમય દરમિયાન તે ઘણીવાર સાંકડા રસ્તાઓ પર ચાલે છે, બાઇક ચલાવે છે અથવા જૂની બસોમાં મુસાફરી કરે છે. અકસ્માતો અહીં સામાન્ય છે,
ઉલ્લેખનીય છે કે ચલમા 1521ના વિજય પહેલા પ્રી-હિસ્પેનિક સમયમાં એક પવિત્ર સ્થળ હતું. આસ્થાવાનો કહે છે કે સ્પેનિયાર્ડ્સના આગમન પછી, એક ક્રોસ ચમત્કારિક રીતે અહીં એક એઝટેક દેવને સમર્પિત ગુફામાં જોવાયો હતો જે ચાલમાને ખ્રિસ્તી તીર્થસ્થાન તરીકે જગ મશહુર બનાવે છે.