જુનાગઢ/ ઢોરોનાં ત્રાસથી લોકોમાં ફફડાટ, રસ્તા પર બાઇક સવાર Family પર કર્યો હુમલો, Video

ગુજરાતમાં એક જગ્યા એવી છે જ્યા તાજેતરમાં રોડ અને રસ્તાઓ પર લોકો અકસ્માત નહી પણ ઢોરોનાંં ત્રાસથી સાવચેતી પૂર્વક ચાલી રહ્યા છે. 

Gujarat Others
જુનાગઢમાં ઢોરનો ત્રાસ

સામાન્ય રીતે રોડ અને રસ્તાઓ પર અકસ્માતનાં ભયનાં કારણે લોકો સાઇડમાં ચાલતા હોય છે પણ ગુજરાતમાં એક જગ્યા એવી છે જ્યા તાજેતરમાં રોડ અને રસ્તાઓ પર લોકો અકસ્માત નહી પણ ઢોરોનાંં ત્રાસથી સાવચેતી પૂર્વક ચાલી રહ્યા છે.

આ પણ વાંચો – Political / દેશમાં બે પ્રકારનાં હિંદુઓ-એક મંદિરમાં જઇ શકે અને બીજા મારા જેવા જે નથી જઇ શકતાઃ મીરા કુમાર

તાજેતરમાં એક ઘટના જુનાગઢથી સામે આવી રહી છે જ્યા ઢોરનાં ત્રાસથી રસ્તે ચાલતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે આ સમસ્યાઓ આજની નથી, વર્ષો જુની છે. ત્યારે જુનાગઢમાં મોતીબાગ, લક્ષ્મીનગર વિસ્તારમાં છેલ્લા બે દિવસથી એક ગાય લોકો ઉપર હુમલા કરતી હોવાથી લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં આ ગાયે બાઈકચાલકને અડફેટે લઇ બાળક અને મહિલા સહીત ત્રણ લોકોને પછાડયા હતા. જો કે આ સમગ્ર ઘટના CCTV માં કેદ થયા બાદ લોકો પણ ચોંકી ગયા છે. CCTV માં જોઈ શકાય છે કે રસ્તા પરથી એક બાઇક સવાર તેના પરિવાર સાથે નીકળી રહ્યો છે ત્યારે જ એક એક ગાય બાઈક ચાલક પાછળ દોટ લગાવે છે અને ચાલક, એક બાળક અને મહિલાને નીચે પછાડી દે છે. બાદમાં તેઓ ગાયથી બચવા પ્રયત્‍ન કરે છે ત્‍યારે ગાય તેના શીંગડાથી તેમના પર હુમલો કરવાનો પ્રયત્ન કરી રહી હોય તેવુ નજારો જોવા મળે છે.

આ પણ વાંચો – રાજકોટ /  અનેક પ્રકારની કુદરતી શારિરીક મુશ્કેલીઓ હોવા છ્તાં સૌરાષ્ટ્ર યુનિ.માં પરીક્ષા આપવા આવે છે આ યુવાન

રસ્તે જતા ઢોર તમારા પરિવારની શું હાલત કરી શકે છે તે આ CCTV માં જોઇને સમજી શકાય છે. આ ઢોરોનો ત્રાસ અત્યંત વધી ગયા બાદ તેમાંથી જનતાને બચાવવા કોંગ્રેસનાં શહેર પ્રમુખ અમીત પટેલે 5 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. તેમણે કહ્યુ છે કે, જો પાંચ દિવસમાં યોગ્ય નહીં થાય તો જનઆંદોલન કરવામાં આવશે. કોંગ્રેસ પ્રમુખનાં જણાવ્યા મુજબ દિન પ્રતિદિન શહેરમાં પશુઓનો ત્રાસ વધી રહ્યો છે. આ પશુઓને છુટા મુકી દેવામાં આવે છે. રેઢીયાળ ઢોર આખલા-બજારોમાં રોડ-રસ્તા ગલ્લા નાકામાં અડ્ડા જમાવીને રાત-દિવસ પડાવ નાખી રહ્યા છે. વળી અવાર-નવાર આ પશુઓ વચ્ચે લડાઈ થતા આસપાસ ઉભેલા લોકો તેનો શિકાર બને છે. લોકોને ઘણી મોટી ઈજાઓ પણ થાય છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…