બનાસકાંઠા/ થરાદના ખોડા ચેકપોસ્ટ પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત, બંને ડ્રાઇવરો બળીને ખાખ

બે ટ્રક સામસામે ધડાકાભેર અથડાતા બંને ટ્રકના આગળના ભાગે મોટી આગ લાગી હતી. જેના કારણે બંને ડ્રાઇવર બળીને ખાખ થઇ ગયા હતા.

Top Stories Gujarat Others

Banaskantha News: મોડાસા બાદ થરાદમાં ટ્રકમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. અહીં બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બંને ટ્રકના ડ્રાઇવરના મોત નીપજ્યા છે. બે ટ્રક સામસામે ધડાકાભેર અથડાતા બંને ટ્રકના આગળના ભાગે મોટી આગ લાગી હતી. જેના કારણે બંને ડ્રાઇવર બળીને ખાખ થઇ ગયા હતા.

મળતી માહિતી અનુસાર, થરાદના ખોડા ચેકપોસ્ટ પાસે રવિવારની મોડી રાતે બે ટ્રક ધડાકાભેર અથડાઇ હતી. જેના કારણે બંને ટ્રકમાં આગ ભભૂકી હતી. આ ગોઝારો અકસ્માત રાતે થયો હતો જેમા ટ્રક અથડાયા બાદ આગ ભભૂકી હતી.

અગાઉ, અરવલ્લીમાં ટ્રકનો અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં બાળક સહિત ત્રણ લોકોના મોત નિપજ્યા છે. આ ઘટના મોડાસાના બામણવાડ પાસેની છે. જ્યાં બકરા ભરેલી ટ્રકમાં ભીષણ આગ લાગી હતી. ટ્રક વીજતારને અડકી જતાં આગ લાગી હતી. જેમાં 3 લોકોનાં મોત થયા છે, જ્યારે 150થી વધુ ઘેંટા-બકરાના પણ મોત થયા છે. ઘટનાને પગલે મોડાસાની ફાયરની બે ટીમો સ્થળ પર આવી પહોંચી હતી અને આગ બૂજાવવા પ્રયાસ હાથ ધર્યા હતા.



આ પણ વાંચો:અમદાવાદ પોલીસ નવરાત્રીને લઈ એક્શનમાં, તૈયાર કર્યો ખાસ પ્લાન

આ પણ વાંચો:અમદવાદમાં એક સપ્તાહમાં હવાની ગુણવત્તા સૂચકાંક 80-100 રહી

આ પણ વાંચો:દરેક સનાતની હિન્દુઓએ અવશ્ય તિલક કરીને આવવુંઃ ફતેસિંહ ચૌહાણ

આ પણ વાંચો:અમદાવાદ શહેર પોલીસની મોટી કાર્યવાહી શહેરના 215 થી વધુ સ્પા પર દરોડા