Accident/ આંધ્રપ્રદેશમાં બસ અને ઓટોરિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત,સાત મહિલાઓના મોત

આંધ્રપ્રદેશના કાકીનાડા જિલ્લામાં રવિવારે  એક ઓટોરિક્ષા અને બસ વચ્ચેની અથડામણમાં સાત મહિલાઓના મોત થયા હતા. પોલીસે જણાવ્યું કે મહિલાઓ ઓટોમાં મુસાફરી કરી રહી હતી

Top Stories India

આંધ્રપ્રદેશના કાકીનાડા જિલ્લામાં રવિવારે  એક ઓટોરિક્ષા અને બસ વચ્ચેની અથડામણમાં સાત મહિલાઓના મોત થયા હતા. પોલીસે જણાવ્યું કે મહિલાઓ ઓટોમાં મુસાફરી કરી રહી હતી. પોલીસે જણાવ્યું હતું કે અકસ્માત બપોરે 3.30 વાગ્યાની આસપાસ થયો હતો જ્યારે હાઇવે પર વિરુદ્ધ દિશામાંથી આવી રહેલી એક ઝડપી ખાનગી બસે તલ્લારેવુ બાયપાસ રોડ પાસે ઓટો રિક્ષાને ટક્કર મારી હતી. બસ યનમ તરફ જઈ રહી હતી. પોલીસે બસ ચાલકને કસ્ટડીમાં લીધો હતો જ્યારે ઓટો રીક્ષા ચાલક નાસી છૂટ્યો હતો.

પોલીસે જણાવ્યું હતું કે ઓટો રિક્ષામાં મુસાફરી કરી રહેલી 14 મહિલાઓમાંથી 6નું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે અન્ય એક મહિલાએ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. ઓટો રિક્ષામાં મહત્તમ સાત લોકોની બેઠક ક્ષમતા હતી, પરંતુ તે તેના કરતા વધુ લોકોને લઈ જતી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, તમામ મૃતકોની ઓળખ નજીકના પ્રોન ફાર્મમાં કામ કરતા મજૂરો તરીકે કરવામાં આવી છે. આ અકસ્માતમાં સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને કાકીનાડાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.