scame/ ગેરકાયદે યુરિયા ખાતર વેચવાનાં કૌભાંડનો પર્દાફાશ, CID ક્રાઇમ એક્શનમાં

ફરી એક વખત ગેરકાદે યુરિયા ખાતર વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ફરી એક વાર કૌભાંડનાં કારણે ખાતરની ખરેખર જેને જરુર છે અને જેના માટે સરકાર ખાતર બનાવે છે એ ખેડૂતો ખાતર માટે દરબદર ભટકતા અને કૌભાંડીઓ ખોટી રીતે ખરીદી કરી સ્ટોક કરતા હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ જીલ્લાનાં દસક્રોઇનાં ગામડી ગામે ગેરકાદે યુરિયા ખાતર વેચવાનું […]

Top Stories Gujarat

ફરી એક વખત ગેરકાદે યુરિયા ખાતર વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ફરી એક વાર કૌભાંડનાં કારણે ખાતરની ખરેખર જેને જરુર છે અને જેના માટે સરકાર ખાતર બનાવે છે એ ખેડૂતો ખાતર માટે દરબદર ભટકતા અને કૌભાંડીઓ ખોટી રીતે ખરીદી કરી સ્ટોક કરતા હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદ જીલ્લાનાં દસક્રોઇનાં ગામડી ગામે ગેરકાદે યુરિયા ખાતર વેચવાનું કૌભાંડ ચાલતું હોવાનું સામે આવ્યું છે. ફરી એક વખત ગેરકાદે યુરિયા ખાતર વેચવાના કૌભાંડની વિગતો સામે આવતા ભારે ખડભડાટ સાથે રોષ પણ જોવામાં આવી રહ્યો છે.

યુરિયા ખાતર ઉદ્યોગોને વેચવાનાં આ કૌભાંડમાં ખેડૂતોનાં ખોટા દસ્તાવેજી પુરાવાનાં આધારે ખેડૂતોનાં નામે સસ્ત ભાવે ખાતર ખરીદી કરી ઉધોગો દ્વારા સ્ટોક કરી પોતાના પ્રોડક્સન માટે ઉપયોગમાં લેવાતું હોવાનું કૌભાંડ ખુલ્લુ પડી ગયું છે.

ગુજરાતની સતર્ક પોલીસ અને ખાસ કરીને CID ક્રાઇમે ગેરકાદે યુરિયા ખાતર વેચવાના કૌભાંડનો પર્દાફાશ કરી કૌભાંડ ઝડપ્યું છે. પોલીસ દ્વારા સ્થળ પરથી 6,14,800નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. સાથે સાથે પોલીસે આ કૌભાંડ મામલે બે શખ્સોની અટકાયત પણ કરી છે. CID ક્રાઇમે ગેરકાદે યુરિયા ખાતર વેચવાના કૌભાંડ મામલે સઘન  તપાસનો ધમધમાટ પણ શરુ કરી દેવામાં આવ્યો છે.