દેશમાં આ વખતે કોરોના ની આ બીજી લહેર ખુબ જ ભયંકર જોવા મળી હતી .જેમાં ઘણા લોકો કોરોના સંક્રમિત થયા હતા અને મૃત્યુ પામ્યા હતા .વધતા જતા કેસો ને લીધે દેશના અમુક રાજયોમાં મીની લોકડાઉન લગાવી દેવામાં આવ્યું હતું .જોકે હવે કેસો ઘટતા અમુક રાજ્યોને અનલોક કરવામાં આવી રહ્યું છે . ત્યારે હજુ પણ કર્ણાટકમાં કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે. સંક્રમણ પર રોક લગાવવા દક્ષિણ કન્નડના કેટલાક ગામડામાં સંપૂર્ણ લોકડાઉન લગાવાયું છે.
દક્ષિણ કન્નડના ડેપ્યુટી કમિશ્નર ડો. રાજેન્દ્ર કે વીએ 18 ગ્રામ પંચાયતોમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. આ પ્રતિબંધ 21 જૂન સુધી લાગુ રહેશે. હાલ દેશમાં એક્ટિસની બાબતે કર્ણાટક મોખરે છે, કર્ણાટકમાં હાલ 1,80,856 એક્ટિવ કેસ છે. જ્યારે 25,51,365 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. કર્ણાટકમાં અત્યાર સુધીમાં 32,913 લોકોના કોરોનાથી મોત થયા છે.
Karnataka: Dakshina Kannada Deputy Commissioner Dr Rajendra K V announces complete lockdown in 18 Gram Panchayats till June 21st, in view of the surge in #COVID cases
— ANI (@ANI) June 14, 2021
