Not Set/ પેટ્રોલ ડીઝલનાં ભાવ ઘટાડા અંગે કોઈ નિર્ણય નહીં, મંત્રીઓ ચા-પાણી પીને છુટા પડ્યા

પ્રધાનમંત્રીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબીનેટ બેઠક સમાપ્ત થઇ ગઈ છે. આ બેઠકમાં પેટ્રોલ-ડીઝલના ભડકે બળતા ભાવોની અંગે કોઈ સકારાત્મક નિર્ણયની આશા રાખવામાં આવી હતી, પરંતુ એવો કોઈ પણ ઠોસ નિર્ણય લેવામાં આવ્યો ન હતો. કેબીનેટ બેઠકમાં જાણકારી આપતા કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલના ભાવોને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. […]

Top Stories India

પ્રધાનમંત્રીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબીનેટ બેઠક સમાપ્ત થઇ ગઈ છે. આ બેઠકમાં પેટ્રોલ-ડીઝલના ભડકે બળતા ભાવોની અંગે કોઈ સકારાત્મક નિર્ણયની આશા રાખવામાં આવી હતી, પરંતુ એવો કોઈ પણ ઠોસ નિર્ણય લેવામાં આવ્યો ન હતો. કેબીનેટ બેઠકમાં જાણકારી આપતા કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલના ભાવોને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

તેમને જણાવ્યું હતું કે મોદી સરકારે ઘણીવાર તેને ડીરેગ્યુલેટ પણ કરી છે. જેનાં પ્રભાવે ઘણી વાર પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો પણ જોવા મળ્યો છે. હવે સરકાર આ બાબતે દુરદ્રષ્ટિ દાખવી રહી છે. હાલ, તેના પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. પરંતુ આ મુદ્દા પર નિર્ણય આવવા બાદ જાણકારી જનતાને સર્વાજનિક કરી દેવામાં આવશે.

તેમને જણાવ્યું હતું કે પેટ્રોલ-ડીઝલ પર પર લગતા ટેક્સથી આવતા રૂપિયાથી દેશને જ વિકાસમાં મદદ થશે. જે પૈસાની મદદથી રોડ અને હાઈ વે બને છે. કેન્દ્રીય મંત્રીએ સંકેત આપ્યો છે કે મોદી સરકાર પેટ્રો-ડીઝલ બાબતે કોઈ મોટો નિર્ણય લઇ શકે છે.