tamilnadu news/ મુખ્યમંત્રી બન્યા બાદ થલપતિ વિજયે પ્રથમવાર ફરકાવ્યો ત્રિરંગો, ત્રિશા કૃષ્ણન પણ રહી હાજર

તમિલનાડુના મુખ્યમંત્રી Thalapathy Vijayએ સચિવાલયમાં સ્વતંત્રતા દિવસે ત્રિરંગો ફરકાવ્યો. આ ખાસ પ્રસંગે અભિનેત્રી ત્રિશા કૃષ્ણન પણ પરિવાર સાથે ઉપસ્થિત રહી હતી. જાણો વિગતવાર અહેવાલ.

NATIONAL Top Stories India
Thalapathy Vijay

Thalapathy Vijay Independence Day News:  તમિલનાડુના મુખ્યમંત્રી અને અભિનેતા થલપતિ વિજયે મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત ચેન્નાઈના રાજ્ય સચિવાલયમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે તિરંગો ફરકાવ્યો. આ ખાસ કાર્યક્રમમાં અભિનેત્રી ત્રિશા કૃષ્ણન પણ હાજર રહી હતી. ત્રિશા વિજયના માતા-પિતા સાથે VIP વિસ્તારમાં આગળની હરોળમાં બેઠેલી જોવા મળી હતી. કાર્યક્રમના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર પણ ચર્ચામાં આવ્યા છે.

ત્રિશા વિજયના માતા-પિતા સાથે બેઠી

સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં ત્રિશા પીળા રંગની સાડી અને લીલા બ્લાઉઝમાં જોવા મળી હતી. તેમણે વાળમાં ગજરો પણ લગાવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ત્રિશા VIP-2 વિસ્તારમાં બેઠી હતી, જ્યાં વિજયની(Thalapathy Vijay) માતા શોભા અને પિતા ચંદ્રશેખર પણ હાજર હતા. ત્રિશા જ્યારે પોતાની બેઠક તરફ જઈ રહી હતી ત્યારે તેણે વિજયની માતાને હાથ જોડીને અભિવાદન કર્યું હતું. ત્યારબાદ તેણે તેમના પિતા ચંદ્રશેખરને પણ નમસ્તે કર્યું અને તેમની બાજુની ખુરશી પર જઈને બેસી હતી.

Thalapathy Vijay

પરેડ દરમિયાન વિજયને જોઈને ત્રિશા ખુશ થઈ

કાર્યક્રમ દરમિયાન જ્યારે પરેડ આગળ વધી રહી હતી ત્યારે વિજય(Thalapathy Vijay) ત્રિશાની નજીકથી પસાર થયા હતા. તે સમયે ત્રિશા હસતી જોવા મળી હતી અને તેણે વિજયને સેલ્યુટ પણ કર્યું હતું. આ ક્ષણનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.

સ્વતંત્રતા દિવસ પર Thalapathy Vijayએ શું કહ્યું?

સ્વતંત્રતા દિવસના સંબોધનમાં વિજયે(Thalapathy Vijay) દેશની આઝાદી માટે બલિદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું કે સાચી આઝાદી ત્યારે જ કહેવાય જ્યારે સમાજમાંથી જાતિ અને ધર્મના ભેદભાવની દીવાલો દૂર થાય અને લોકો એકતાથી આગળ વધે. વિજયે પોતાના સરકારના કામકાજ અંગે વાત કરતાં ભ્રષ્ટાચાર અને લાંચ સામે કડક વલણની વાત કરી હતી. તેમણે કહ્યું કે તમિલનાડુને ભ્રષ્ટાચારથી મુક્ત રાખવું સરકારની જવાબદારી છે અને પારદર્શક તથા ઈમાનદાર વહીવટ માટે પ્રયાસ કરવામાં આવશે. આ સાથે વિજયે સ્વતંત્રતા દિવસના આ કાર્યક્રમમાં તિરંગો ફરકાવવાની તક મળવા બદલ આભાર વ્યક્ત કર્યો અને દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓને નમન કર્યું.


આ પણ વાંચો: બહુમતીથી 10 ડગલાં દૂર થલપતિ વિજય! શપથ ગ્રહણ રદ થતા વિજયના ફેન્સમાં ભારે આક્રોશ

આ પણ વાંચો:પરિસીમન મુદ્દે મુખ્યમંત્રી વિજયની સર્વદલીય બેઠકનો બહિષ્કાર, 57માંથી 37 સાંસદ ગેરહાજર

આ પણ વાંચો:તમિલનાડુમાં વિજયનો રાજ્યાભિષેક નક્કી! VCK ના સમર્થન સાથે જાદુઈ આંકડો પાર