Tamil Nadu All-Party MPs Meeting Boycott News: તમિલનાડુમાં પરિસીમનના મુદ્દે રાજકીય ગરમાવો વધી રહ્યો છે. મુખ્યમંત્રી વિજય થલપતિએ(CM Vijay) આ મુદ્દે ચર્ચા કરવા માટે સર્વદલીય સાંસદોની બેઠક બોલાવી હતી. જોકે બેઠક શરૂ થાય તે પહેલાં જ તેને મોટો રાજકીય ઝટકો લાગ્યો. તમિલનાડુના કુલ 57 સાંસદોમાંથી માત્ર 20 સાંસદો જ બેઠકમાં હાજર રહ્યા, જ્યારે 37 સાંસદોએ CM Vijay ની બેઠકથી દૂર રહેવાનો નિર્ણય લીધો. ડીએમકે અને એઆઈએડીએમકે સહિતના કેટલાક મોટા પક્ષોએ બેઠકનો બહિષ્કાર કર્યો.

CM Vijay ની બેઠક માત્ર 20 સાંસદો હાજર રહ્યા
બેઠકમાં હાજર રહેલા સાંસદોમાં કોંગ્રેસના 12 સાંસદો ઉપરાંત વીસીકેએ, સીપીઆઈ, સીપીઆઈ(એમ), એમડીએમકે અને આઈયુએમએલના સાંસદોનો સમાવેશ થયો હતો. બીજી તરફ, ડીએમકેના તમામ 30 સાંસદો બેઠકમાં હાજર રહ્યા નહોતા. એઆઈએડીએમકેના 4 તેમજ પીએમકે, એમએનએમ અને ડીએમડીકેના એક-એક સાંસદે પણ CM Vijay ની બેઠકથી અંતર જાળવ્યું.
કનિમોઝીએ ઉઠાવ્યા સવાલ
ડીએમકે સાંસદ કનિમોઝીએ બેઠકની જરૂરિયાત અંગે સવાલ ઉઠાવ્યો. તેમનું કહેવું છે કે કેન્દ્ર સરકાર તરફથી પરિસીમન અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ સત્તાવાર ખરડો સામે આવ્યો નથી. તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે આ બેઠક દ્વારા રાજ્યના અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પરથી લોકોનું ધ્યાન હટાવવાનો પ્રયાસ થઈ શકે છે. બીજી તરફ, કોંગ્રેસે મુખ્યમંત્રી વિજયની(CM Vijay) પહેલને સમર્થન આપ્યું છે. કોંગ્રેસ સાંસદ મણિકમ ટાગોરે કહ્યું કે તમિલનાડુના હિતને પ્રાથમિકતા આપતા પક્ષોએ આવી ચર્ચામાં ભાગ લેવો જોઈએ.
🚨JUST IN: All arrangements are in place for the MPs’ consultation meeting on delimitation, chaired by Chief Minister C. Joseph Vijay. The meeting is expected to see 20 MPs from Tamil Nadu in attendance, while 39 are likely to stay away. pic.twitter.com/OaGHIu8bKP
— Actor Vijay Team (@ActorVijayTeam) August 8, 2026
પરિસીમનનો મુદ્દો શા માટે મહત્વનો?
પરિસીમન એટલે લોકસભા અને વિધાનસભાના મતવિસ્તારોની સીમાઓનું પુનઃનિર્ધારણ. દક્ષિણ ભારતનાં રાજ્યોને ચિંતા છે કે વસ્તીના આધારે ભવિષ્યમાં બેઠકોનું પુનઃનિર્ધારણ થાય તો વસ્તી નિયંત્રણમાં સફળ રહેલા રાજ્યોના રાજકીય પ્રતિનિધિત્વ પર અસર પડી શકે છે. આ જ કારણસર તમિલનાડુમાં પરિસીમનનો મુદ્દો અત્યંત સંવેદનશીલ બની ગયો છે. સર્વદલીય બેઠકના બહિષ્કાર બાદ હવે આ મુદ્દે રાજકીય મતભેદ વધુ ખુલ્લેઆમ સામે આવ્યા છે.
આ પણ વાંચો: તમિલનાડુમાં ‘થલાપતિ’ યુગની શરૂઆત, અભિનેતા વિજય આવતીકાલે લેશે CM પદના શપથ
આ પણ વાંચો:એક્ટર વિજય બન્યા તમિલનાડુના નવા CM, TVK સરકારનો ભવ્ય શપથવિધિ સમારોહ
