Surat-Youth Death/ સુરતમાં ગરબા રમતા 28 વર્ષીય યુવકનું મોત

‘દિલ કા આલમ મેં ક્યાં બતાઉ તુઝે’ તેવું હિન્દી ફિલ્મનું ગીત આજે હાર્ટએટેકથી રાજ્યમાં રોજબરોજ થતાં મોત પર બરોબરનું લાગું પડે છે. સુરતમાં ગરબા રમતાં-રમતા 28 વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે.

Top Stories Gujarat Surat

સુરતઃ ‘દિલ કા આલમ મેં ક્યાં બતાઉ તુઝે’ તેવું હિન્દી ફિલ્મનું ગીત આજે હાર્ટએટેકથી રાજ્યમાં રોજબરોજ થતાં મોત પર બરોબરનું લાગું પડે છે. સુરતમાં ગરબા રમતાં-રમતા 28 વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે. હજી સુધી તેનું પીએમ થયું નથી, તેથી તેના મોતના કારણની ખબર પડી નથી પણ મહદ અંશે આ સંજોગોમાં હૃદયરોગના હુમલા કે કાર્ડિયાક એરેસ્ટથી જ મોત થયું હોવાનું માનવામાં આવે છે. આ સિવાય બીપી વધી ગયું હોવાનું પણ માનવામાં આવી શકે છે.

ગરબે રમતા-રમતા મૃત્યુ પામેલા 28 વર્ષીય યુવકનું નામ રાજ મોદી છે. આ યુવાન નવરાત્રિ પછી ઉચ્ચ અભ્યાસ માટે લંડન જવાનો હતો. એકના એક પુત્રના મોતથી સમગ્ર કુટુંબ આઘાતમાં ગરકાવ છે. રાજ મોદી એલ.પી. સવાણી હોલમાં ગરબે રમવા ગયો હતો. ગરબે રમ્યા બાદ અચાનક જ તેની તબિયત લથડી હતી. તેનું પછી ટૂંકી સારવાર બાદ મૃત્યુ નીપજ્યું હતું.

આ અંગે હજી સુધી હોસ્પિટલના સત્તાવાળાઓએ કશું જણાવ્યું નથી. તેમનું કહેવું છે કે તેઓ યુવકનો મેડિકલ હિસ્ટરી જાણતા નથી. તેમણે તેમની વર્તમાન શારીરિક સ્થિતિના આધારે જ તેને બચાવવાની કાર્યવાહી કરી હતી, પરંતુ તેઓ તેને બચાવવામાં નિષ્ફળ રહ્યા હતા. રાજ્યમાં ગરબે ઘૂમતા-ઘૂમતા આ લગભગ ત્રીજું મોત થયું છે. આ પહેલા 19 વર્ષનો યુવક ગરબે ઘૂમતા-ઘૂમતા ઢળી પડ્યો હતો.

આરોગ્ય નિષ્ણાતો આ અંગે કોરોનાના લીધે લોકોની કથળેલી આરોગ્યની સ્થિતિ, તેની સાથે શારીરિક પ્રવૃત્તિનો અભાવ અને બગડેલા ખાનપાનની સાથે અનિયમિત લાઇફસ્ટાઇલને જવાબદાર ઠેરવે છે. તેમા પણ ખાસ કરીને ગુજરાતીઓમાં બેઠાડુ જીવનના લીધે આ પ્રકારનું વલણ મોટાપાયે જોવા મળે છે.



આ પણ વાંચોઃ ASIAN GAMES/ 12માં દિવસે ગોલ્ડ સાથે ભારતનું ખાતું ખુલ્યું, હવે તીરંદાજીમાં રચ્યો ઈતિહાસ

આ પણ વાંચોઃ ICC World Cup 2023-Traffic/ અમદાવાદીઓઃ આજે આ રસ્તા પર જવાનું ભૂલેચૂકે પણ ન વિચારતા

આ પણ વાંચોઃ Odi World Cup/ વર્લ્ડ કપ 2023માં આજે ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટક્કર