ASIAN GAMES/ 12માં દિવસે ગોલ્ડ સાથે ભારતનું ખાતું ખુલ્યું, હવે તીરંદાજીમાં રચ્યો ઈતિહાસ

ચીનના હાંગઝોઉમાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં ભારતનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે.

Top Stories Sports
Mantavyanews 2023 10 05T101705.055 12માં દિવસે ગોલ્ડ સાથે ભારતનું ખાતું ખુલ્યું, હવે તીરંદાજીમાં રચ્યો ઈતિહાસ

ચીનના હાંગઝોઉમાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં ભારતનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ભારતે હાંગઝોઉમાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં અત્યાર સુધીમાં કુલ 82 મેડલ જીત્યા છે, જેમાં 19 ગોલ્ડ, 31 સિલ્વર અને 32 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.

એશિયન ગેમ્સમાં ભારતને 19મો ગોલ્ડ મળ્યો

એશિયન ગેમ્સમાં ભારતે 19મો ગોલ્ડ મેડલ જીત્યો છે. મહિલા તીરંદાજીની કમ્પાઉન્ડ ઈવેન્ટમાં જ્યોતિ, અદિતિ અને પ્રનીતની ત્રિપુટીએ ફાઇનલમાં ચીની તાઈપેઈને 230-228થી હરાવી હતી.

પીવી સિંધુનું મેડલ જીતવાનું સપનું તૂટી ગયું

બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા ભારતીય બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ ગુરુવારે મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં ચીનની હી બિંગજિયાઓ સામે સીધી ગેમમાં હાર સાથે એશિયન ગેમ્સમાંથી બહાર થઈ ગઈ હતી. વર્લ્ડ નંબર 15 પીવી સિંધુને વર્લ્ડ નંબર 5 બિંગજિયાઓ સામે 47 મિનિટમાં 16-21, 12-21થી હારનો સામનો કરવો પડ્યો હતો.

કબડ્ડીમાં ભારતની સતત ત્રીજી જીત

એશિયન ગેમ્સમાં ભારતે સતત ત્રીજો વિજય હાંસલ કર્યો છે. ભારતે ચાઈનીઝ તાઈપે સામેની પુરુષોની કબડ્ડી મેચમાં 50-27થી જીત મેળવી હતી. આ જીત સાથે ભારતે સેમીફાઈનલમાં પણ પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. સતત ત્રણ જીત બાદ ચાઈનીઝ તાઈપેની આ પ્રથમ હાર છે.


whatsapp ad White Font big size 2 5 12માં દિવસે ગોલ્ડ સાથે ભારતનું ખાતું ખુલ્યું, હવે તીરંદાજીમાં રચ્યો ઈતિહાસ


આ પણ વાંચો: Jamnagar/ જી જી હોસ્પિટલમાં ફરી નવજાત બાળક ત્યજી દેવાયું!

આ પણ વાંચો: ICC World Cup 2023-Traffic/ અમદાવાદીઓઃ આજે આ રસ્તા પર જવાનું ભૂલેચૂકે પણ ન વિચારતા

આ પણ વાંચો: Odi World Cup/ વર્લ્ડ કપ 2023માં આજે ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટક્કર