Not Set/ તારીખ..પે…તારીખ, ખેડૂત સાથેની પાંચમી બેઠક પણ અનિર્ણત, હવે 9મીએ નિર્ણય..?

ખેડૂત આંદોલન મામલે હવે તારીખ…પે…તારીખ જેવો ક્યાસ સર્જાતો જાય છે અને ખેડૂતોની લડાઇ ઉગ્રતા પકડી રહી છે. ખેડૂતો સાથે સરકાર દ્વારા પાંચ વખત બેઠકો યોજવામાં આવી છે જે

Top Stories India
modi.jpg1 2 તારીખ..પે...તારીખ, ખેડૂત સાથેની પાંચમી બેઠક પણ અનિર્ણત, હવે 9મીએ નિર્ણય..?

ખેડૂત આંદોલન મામલે હવે તારીખ…પે…તારીખ જેવો ક્યાસ સર્જાતો જાય છે અને ખેડૂતોની લડાઇ ઉગ્રતા પકડી રહી છે. ખેડૂતો સાથે સરકાર દ્વારા પાંચ વખત બેઠકો યોજવામાં આવી છે જે તેમામ બેઠકો બાદ ક્યાં છીએ, તો હતા ત્યાંનાં ત્યાં જેવી સ્થિતિ જોવામાં આવી રહી છે. કૃષિ સુધારણા કાયદા સામે રાજધાની ખાતે ખેડૂતો અને સરકાર વચ્ચેની પાંચમી રાઉન્ડની વાટાઘાટો પણ શનિવારે અનિર્ણિત રહી છે. લાંબી વાટાઘાટો અને વિચારવિમર્શ બાદ ફક્ત એટલું જ નક્કી કરાયું હતું કે વાતચીતનો આગામી રાઉન્ડ 9 ડિસેમ્બરે યોજાશે.

ઉલ્લેખનીય છે કે, આંદોલનકરી ખેડૂતો પહેલા જ કહી ચૂક્યા છે કે, જો પાંચમી બેઠકમાં કોઇ ફેસલો કરવામાં નહી આવે તો આંદોલન ઉગ્ર બનશે અને સાથે સાથે 8 તારીખે ભારત બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે. હાલ જ્યારે બેઠક 9 મી તારીખે ફરી યોજાવવાની વાત છે તો ભારત બંધના એલાનનું શું તે પણ અધધર તાલ જોવામાં આવી રહ્યું છે. 

બેઠક બાદ કૃષિ મંત્રીએ કહ્યું છે કે સરકાર એમએસપી પરના શંકાઓને દૂર કરવા માટે તૈયાર છે. એવું માનવામાં આવે છે કે સરકાર કાયદામાં જોગવાઈ ઉમેરી શકે છે કે ખેડૂતોના ઉત્પાદનો ન્યૂનતમ ટેકાના ભાવથી નીચે ખરીદી શકશે નહીં. જો કે ખેડૂત નેતાઓ હજી પણ ત્રણેય કાયદા પાછી ખેંચી લેવાની માંગ સાથે મક્કમ છે.

કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમારે કહ્યું, “અમે કહ્યું હતું કે એમએસપી ચાલુ રહેશે, તેને કોઈ ખતરો નથી.” આ મામલે શંકા કરવી એ પાયાવિહોણું છે. જો હજી પણ કોઈ શંકા છે, તો સરકાર તેનું નિરાકરણ લાવવા માટે તૈયાર છે.” કૃષિ મંત્રીએ વધુમાં કહ્યું, ” અમે રાજ્યોની મંડળોને પ્રભાવિત કરવા માંગતા નથી. સરકાર એપીએમસીને મજબૂત કરવા કંઇપણ કરવા તૈયાર છે. જો કોઈને એપીએમસી વિશે કોઈ મૂંઝવણ છે, તો સરકાર તે સ્પષ્ટ કરવા તૈયાર છે.”

આ પણ વાંચો: Farmers Protest / ચાલો જાણીએ, 10માં દિવસમાં પ્રવેશેલ ખેડૂત આંદોલનની 10 મહત્વની વાતો

ઠંડી અને કોરોનાનાં ખતરાને ધ્યાનમાં રાખીને આ પ્રદર્શનમાં સામેલ બાળકો અને વડીલોને ઘરે મોકલવાની અપીલ કરતાં કૃષિ પ્રધાને કહ્યું કે, અમે ખેડૂતોને કહ્યું છે કે સરકાર તમામ મુદ્દાઓ પર વિચાર કરવા તૈયાર છે. જો અમને ખેડૂત આગેવાનો તરફથી સૂચનો મળે તો તેનો ઉપાય શોધવો સરળ થઈ જશે. હું યુનિયનના કાર્યક્રમમાં કોઈ ટિપ્પણી કરવા માંગતો નથી, પરંતુ ખેડુતો અને તેમની સંસ્થાઓને અપીલ કરીશ કે, આંદોલનનો રસ્તો છોડીને ચર્ચાના માર્ગ પર આવે. સરકારે અનેક વાટાઘાટો કરી છે અને વધુ ચર્ચા અને નિરાકરણ માટે તૈયાર છે.”

કૃષિ પ્રધાને કહ્યું હતું કે, “હું ખેડૂતોને વિશ્વાસ આપવા માંગુ છું કે મોદી સરકાર તમારા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે અને ભવિષ્યમાં પણ આવી રહેશે. પીએમ મોદીના નેતૃત્વ હેઠળ ઘણા કૃષિ કાયદાઓ લાગુ કરવામાં આવ્યા છે. બજેટ અને એમએસપીમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ”

આ પણ વાંચો: આંદોલન / આંદોલનને વધુ વેગવંતુ કરવા ખેડૂતોની તૈયારી, 8 ડિસેમ્બરે ભારત બંધ ..!

અખિલ ભારતીય કિસાન સભાના મહામંત્રી હન્નાન મૌલ્લાએ કહ્યું કે, અમે બેઠકની શરૂઆતમાં જ કહ્યું હતું કે અમારી માંગ કાયદાઓ પરત ખેંચવાની છે. અમે તેમાં સુધારો કરવા માંગતા નથી. અમારું સ્ટેન્ડ મજબૂત છે. આખરે અમને કહેવામાં આવ્યું કે આગામી બેઠક 9 ડિસેમ્બરે થશે. અમને લાગે છે કે સરકાર ચોક્કસપણે કાયદો પાછો ખેંચી લેશે. ”

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…