ICC World Cup 2023-Traffic/ અમદાવાદીઓઃ આજે આ રસ્તા પર જવાનું ભૂલેચૂકે પણ ન વિચારતા

આજથી આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023નો સત્તાવાર પ્રારંભ થવાનો છે. અમદાવાદમાં આજે વર્લ્ડકપમાંઇ ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ છે.

Top Stories Gujarat
Mantavyanews 25 અમદાવાદીઓઃ આજે આ રસ્તા પર જવાનું ભૂલેચૂકે પણ ન વિચારતા

અમદાવાદઃ આજથી આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023નો સત્તાવાર પ્રારંભ થવાનો છે. અમદાવાદમાં આજે વર્લ્ડકપમાંઇ ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ છે. અમદાવાદમાં મેચ હોય એટલે સૌથી મોટી તકલીફ તે રસ્તા પર ટ્રાફિકની છે. આજે મેચના લીધે અમદાવાદમાં સવારે 11થી રાત્રિના 12 વાગ્યા સુધી આ વિસ્તારના રસ્તાઓ બંધ થઈ જવાના છે. આ વિસ્તારના ટ્રાફિક માટે ટ્રાફિક પોલીસે વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરી છે.

આજથી ક્રિકેટના વર્લ્ડ કપની શાનદાર શરૂઆત. અમદાવાદમાં આવેલાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે થશે વિશ્વ કપનો શુભારંભ. ક્રિકેટ મેચને કારણે ભારે ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ શકે છે. જેથી વન-ડે વર્લ્ડ કપ માટે લોકોને સમસ્યા ના થાય તેના માટે ટ્રાફિક પોલીસનું વિશેષ આયોજન… સવારે 11થી રાત્રિના 12 વાગ્યા સુધી વાહન વ્યવહાર બંધ રહેશે… ટ્રાફિકની સમસ્યા ના થાય તેના માટે વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરાઈ છે.

કયો માર્ગ બંધ

સાબરમતીથી ચાંદખેડા જતા માર્ગ પર સ્ટેડિયમ બાજુ વળાંક લઈએ ત્યાં જનપથ ટીથી સ્ટેડિયમના મેઇન ગેટ સુધીનો રસ્તો સવારના અગિયાર વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી બંધ રહેશે. આ બંધ રસ્તાના બદલે વિસત પેટ્રોલ પમ્પવાળા બહારના રસ્તાનો ઉપયોગ કરવાનું જણાવાયું છે.

વૈકલ્પિક રૂટ

આ અંગેનો વૈકલ્પિક રુટ જોઈએ તો તપોવન સર્કલથી ઓએનજીસી ચાર રસ્તાથી વિસત ટીથી જનપથ ટી થઈ પાવર હાઉસ ચાર રસ્તા થઈ પ્રબોધરાવલ સર્કલ સુધીના જતાં આવતા માર્ગ પરતી અવરજવર કરી શકાશે. કૃપા રેસિડેન્સી ટી થઈ શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડ થઈ એપોલો સર્કલ તરફ અવરજવર કરી શકાશે.

અમદાવાદ શહેરમાં સાબરમતી ખાતે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આઇસીસી વર્લ્ડ કપ 2023ની કુલ પાંચ મેચો રમાનાર છે. આ બધી મેચો માટે ટ્રફિક પોલીસે આ જ પ્રકારની વ્યવસ્થા ગોઠવી છે. તમામ પ્રકારના વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.

અમદાવાદ શહેરના વેસ્ટ વિભાગના ટ્રાફિક ડીસીપી નીતા દેસાઈએ જણાવ્યું હતું કે મેચમાં ગાડીઓના પાર્કિંગ માટે 15 પાર્કિંગ પ્લોટ ઉપલબ્ધ છે. તેમાથી ચાર પ્લોટ ટુ-વ્હીલર અને 11 પ્લોટ ફોર વ્હીલર માટે ઉપલબ્ધ છે. ખાનગી વાહનો ઉપરાંત એએમટીએસ, બીઆરટીએસ અને મેટ્રો ટ્રેનની પણ વ્યવસ્થા છે. બધી સેવોની ફ્રીકવન્સી નિયત ફ્રીકવન્સી કરતાં વધુ રાખવામાં આવે છે. ટ્રાફિક મેનેજમેન્ટ માટે ટ્રાફિક જેસીપી, ત્રણ ડીસીપી, ચાર એસીપી, નવ પોલીસ ઇન્સ્પેક્ટર અને 17 પોલીસ સબઇન્સ્પેક્ટર મળી કુલ 1,243 જવાનો હાજર રહેશે.


whatsapp ad White Font big size 2 5 અમદાવાદીઓઃ આજે આ રસ્તા પર જવાનું ભૂલેચૂકે પણ ન વિચારતા


 

આ પણ વાંચોઃ Sikkim/ સિક્કિમમાં કુદરતી આફત, 22 જવાનો સહિત 70 લોકો ગુમ

આ પણ વાંચોઃ Rudraksha/ રુદ્રાક્ષ પહેરવાથી થાય છે આ અદ્ભુત ફાયદા, જાણો તેને ધારણ કરવાની વિધિ

આ પણ વાંચોઃ Russian President/ રશિયાના રાષ્ટ્રપતિ પુતિને PM મોદીના કર્યા વખાણ,જાણો શું કહ્યું….