@સંજય વાઘેલા
જામનગરમાંથી નવજાત શિશુ મળી આવવાનો સિલસિલો યથાવત છે. ત્યારે આજે ફરી શહેરની જાણીતી જી જી હોસ્પિટલ ગાયનેક વિભાગ પાસેથી નવજાત બાળક મળી આવતા દોડધામ મચી હતી. હોસ્પિટલ સ્ટાફ દ્વારા આ બાળકને સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું.
મળતી માહિતી અનુસાર, જી જી હોસ્પિટલના ગાયનેક વિભાગ પાસેથી નવજાત બાળક મળી આવ્યું હતું. બાળકને જન્મ આપી રાત્રી દરમિયાન નિષ્ઠુર માતા બાળકને ત્યજીને ફરાર થઈ ગઈ હતી. ત્યારબાદ હોસ્પિટલ સ્ટાફનું નવજાત બાળક પર નજર પડતા ગાયનેક વિભાગને સોંપ્યું હતું. બાળકને સારવાર હેઠળ ખસેડી પોલીસે સીસીટીવીને આધારે આ મામલે તપાસ શરૂ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, જામનગરમાં ત્યજી દેવાયેલું બાળકની આ ત્રીજી ઘટના છે, અગાઉ પણ બેડી ગેઇટ વિસ્તારમાંથી એક નવજાત બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો, જી.જી. હોસ્પિટલ નજીકની ગટરમાંથી એક નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવ્યું હતું.
આ પણ વાંચો: Odi World Cup/ વર્લ્ડ કપ 2023માં આજે ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટક્કર
આ પણ વાંચો: Sikkim/ સિક્કિમમાં કુદરતી આફત, 22 જવાનો સહિત 70 લોકો ગુમ
આ પણ વાંચો: Rudraksha/ રુદ્રાક્ષ પહેરવાથી થાય છે આ અદ્ભુત ફાયદા, જાણો તેને ધારણ કરવાની વિધિ

