Vadodara News : વડોદરામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક મહિલાનો મૃતદેહ(Body) ડીકમ્પોઝ હાલતમાં મળતા હોસ્પિટલ તંત્ર પર ગંભીર સવાલો ઊભા થયા છે.
વડોદરાની સયાજી હોસ્પિટલના કોલ્ડ રૂમમાં મહિલાનો મૃતદેહ બેહાલ હાલતમાં મળી આવ્યો હતો. મૃતદેહની હાલત જોઈ પરિવારજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો અને હોસ્પિટલ તંત્ર સામે હોબાળો મચાવ્યો હતો.

પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે કોલ્ડ રૂમના સંચાલનમાં ગંભીર બેદરકારી રાખવામાં આવી છે, જેના કારણે મૃતદેહ ડીકમ્પોઝ થઈ ગયો. ઘટનાને લઈને હોસ્પિટલ પ્રશાસન સામે લોકોમાં રોષ ઉગ્ર બન્યો છે.
આ સમગ્ર મામલે પોલીસે તાત્કાલિક નોંધ લઈને તપાસ શરૂ કરી છે અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.
