રાજકોટ
રાજકોટના જામનગર રોડ પાસે પુત્રએ પિતાની હત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આરોપીના પિતા પુરણ મંગલને તેની પત્ની સાથે ઝઘડો થયો હતો તે દરમિયાન ઉશ્કેરાયેલા પુત્રએ તેના પિતા પર છરી ઘા મારી હત્યા કરવામાં આવી હતી.

શહેરના ગાંધી સોસાયટીમાં એક પુત્રએ પોતાના પિત નું છરીથી કાસળ કાઢી નાખ્યું છે. ગાંધી સોસાયટીમાં ચોકીદારી કરતા પુરન બહાદુર નામનો નેપાળી શખ્સ તેના પત્ની સાથે રૂપિયા બાબતે ઝગડો કરતો હતો તે દરમ્યાન તેની સાથે રહેતા પ્રેમ બહાદુર નામના પુત્રે ઉશ્કેરાઈ જઇ પુરન બહાદુરને છરી ના બે ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો.
આરોપીએ પિતાના માથાના ભાગે છરીના ઘા મારી પિતાની હત્યા નિપજાવી હતી. આરોપી પુત્ર દ્વારા પોતેજ 108 બોલાવી કામગીરી કરી હતી ત્યાર બાદ પોલીસ દ્વારા આરોપી ધરપકડ કરવામાં આવી હતી હાલ તો પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
