Breaking News/ અમદાવાદ ઢોસા ખીરા કેસમાં નવો વળાંક: બાળકીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે બહાર કાઢ્યો

અમદાવાદના ચાંદખેડામાં બે બાળકીના શંકાસ્પદ મોત બાદ તપાસ તેજ થઈ છે. એક બાળકીનું મૃતદેહ બહાર કાઢી ફરી પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. ઢોસા (Dosa case)ના ખીરા પર શંકા.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Dosa case: ઢોંસાના ખીરાથી મોત? અમદાવાદમાં ચોંકાવનારો વળાંક

Breaking News: ચાંદખેડા વિસ્તારમાં બનેલી બે નિર્દોષ બાળકીના શંકાસ્પદ મોત (Dosa case)ની ઘટના સમગ્ર અમદાવાદ શહેરમાં ચિંતા અને ચકચારનું કારણ બની છે. ઘટના બાદ પોલીસ અને તપાસ એજન્સીઓ સક્રિય બની છે અને સત્ય બહાર લાવવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવી રહ્યા છે.

અંતિમવિધિ બાદ મૃતદેહ બહાર કાઢવાની કાર્યવાહી

માહિતી મુજબ, અઢી મહિનાની બાળકીના મોત બાદ પરિવારજનોએ અંતિમવિધિ કરી દીધી હતી. પરંતુ કેસમાં શંકાસ્પદ પરિસ્થિતિઓ સામે આવતા હવે પોલીસ દ્વારા મૃતદેહને ફરી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન Forensic Science Laboratory (FSL)ની ટીમ પણ હાજર રહેશે, જેથી તપાસને વૈજ્ઞાનિક આધાર મળી શકે. આ પ્રક્રિયા કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્મશાનગૃહ ખાતે હાથ ધરાશે, જેથી કોઈ અનિચ્છનીય સ્થિતિ ન સર્જાય.

Dosa case: ઢોસાના ખીરા સાથે જોડાયેલી શંકા

પ્રાથમિક માહિતી મુજબ, પરિવારે બજારમાંથી ઢોસા (Dosa case) બનાવવા માટે તૈયાર ખીરું લાવ્યું હતું. તેમાંથી બનાવેલા ખોરાકનું સેવન કર્યા બાદ પરિવારના સભ્યોની તબિયત બગડી ગઈ હતી. આ ઘટનામાં બે બાળકી એક લગભગ 3 મહિનાની અને બીજી 4 વર્ષની બાળકીના કરુણ મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. હાલ માતા-પિતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે.

ખાદ્ય સલામતી પર ઉઠ્યા સવાલ

ઘટના બાદ સ્થાનિક સ્તરે ભારે રોષ જોવા મળી રહ્યો છે. બજારમાં મળતા તૈયાર ખોરાકની ગુણવત્તા અને તેની નિયમિત તપાસ અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે. લોકોનો આક્ષેપ છે કે, જવાબદાર વિભાગો દ્વારા યોગ્ય દેખરેખ રાખવામાં આવી નથી. સાથે જ, ઘટનાના સમયે તંત્ર ચૂંટણી સંબંધિત કામગીરીમાં વ્યસ્ત હોવાના કારણે કાર્યવાહી મોડે શરૂ થઈ હોવાનો પણ મુદ્દો ચર્ચામાં છે.

તપાસ ચાલુ, સેમ્પલ તપાસ માટે મોકલાયા

પોલીસ દ્વારા ખોરાકના નમૂનાઓ એકત્રિત કરીને તપાસ માટે મોકલવામાં આવ્યા છે. ઢોસા (Dosa case)ના ખીરામાં કોઈ ભેળસેળ હતી કે નહીં, તે અંગે સત્ય હવે વૈજ્ઞાનિક તપાસ બાદ જ બહાર આવશે.

ઉઠતા સવાલો

માસૂમોના મોત માટે જવાબદાર કોણ?

ખાદ્ય સુરક્ષા તંત્ર ક્યાં સુધી નિષ્ક્રિય રહેશે?

જવાબદારો સામે કડક કાર્યવાહી ક્યારે થશે?

આવી ઘટના બાદ જ તંત્ર કેમ સક્રિય થાય છે?

શું ચૂંટણી કાર્યક્રમો માનવ સુરક્ષાથી વધુ મહત્વના બની ગયા છે?


આ પણ વાંચો:અમદાવાદની પ્રખ્યાત ઝેબર સ્કૂલમા 8 વર્ષની બાળકીનું હાર્ટ અટેકથી મોત

આ પણ વાંચો:અમદાવાદ: ખુલ્લા ખાડામાં પડતા બાળકીનું થયું મોત

આ પણ વાંચો:અમદાવાદમાં દોઢ વર્ષની બાળકી પર કારનું ટાયર ફરી વળતા ઘટનાસ્થળે જ મોત