Not Set/ દેશના તમામ સાંસદોમાં સૌથી પ્રભાવશાળી છે પાટીલ, ફેમ ઇન્ડિયાના સર્વેમાં સામે આવ્યો પાટીલનો પાવર

ફેમ ઇન્ડિયામાં સૌથી પ્રભાવશાળી સાંસદ તરીકે સામે આવનાર પાટિલે લોકોમાં તેમની લોકપ્રિયતાને પૂરવાર કરી છે.. અને સાબિત કર્યું છે કે તેઓ લોકોના હૃદય પર રાજ કરે છે.

Top Stories India
Untitled 15 15 દેશના તમામ સાંસદોમાં સૌથી પ્રભાવશાળી છે પાટીલ, ફેમ ઇન્ડિયાના સર્વેમાં સામે આવ્યો પાટીલનો પાવર

દેશના સૌથી પ્રભાવશાળી સાંસદોમાં સી.આર.પાટીલે નંબર વનનું સ્થાન પ્રાપ્ત કર્યુ છે..ફેમ ઇન્ડિયા દ્વારા એક સર્વે હાથ ધરાયો હતો.જેમાં સી.આર. પાટીલનો દબદબો પૂરવાર થયો છે. .સી.આર.પાટીલ.આ નામ કોઇ ઓળખને મહોતાજ નથી.. સરકાર હોય કે સંગઠન સી.આર.પાટીલનો જે પ્રભાવ છે તેનાથી સૌ કોઇ પરિચિત છે.પરંતુ તેમનો આ પ્રભાવ માત્ર ગુજરાત રાજ્ય પૂરતો મર્યાદિત નથી. અને એટલે જ તો ફેમ ઇન્ડિયાના સર્વેમાં દેશના સૌથી પ્રભાવશાળી સાંસદોમાં સીઆર પાટીલ નંબર વન પર આવ્યા છે.

પાટીલ સમગ્ર દેશમાં સૌથી વધુ મતોની સરસાઇથી નવસારી લોકસભા ક્ષેત્રથી ચૂંટાયેલા છે.. તેઓ સામાન્યમા સામાન્ય નાગરિકની દરકાર કરે છે.. અને કાર્યકર્તાઓ તેમજ નાગરિકોના દરેક પ્રશ્નોના નિવારણ માટે તત્પર હોય છે. હાર્ડ વર્કની સાથે-સાથે સ્માર્ટ વર્ક અને ફાસ્ટવર્ક તેમની આગવી ઓળખ છે. હિમતપૂર્વક નવા નિર્ણયો અમલમાં મુકવાની તેમનામાં આવડત છે. તેઓ પેજ કમિટિના પ્રણેતા છે.. અને કાર્યકરોને જ સાચી મૂડી સમજે છે.

સી.આર.પાટીલ પ્રથમ એવા ભાજપના પ્રમુખ છે જે નોન ગુજરાતી છે. તેમનો જન્મ મહારાષ્ટ્ર થયો હતો.. પરંતુ તેમનું શિક્ષણ સુરતમાં થયું. તો  1975માં પિતાના પગલે પોલીસ બેડામાં ભરતી થયા હતા. 1989માં સીઆર પાટીલની રાજકીય આલમમાં એન્ટ્રી થઈએ વખતે કાશીરામ રાણાનો સુરતમાં દબદબો હતો. તેઓ ભાજપનું સંગઠન મજબૂત બનાવતા હતાં. સીઆર તેમની સાથે જોડાઈ ગયા અને કાશીરામ રાણાના ખાસ વિશ્વાસુ બની ગયા હતાં. કાશીરામ રાણા પાસેથી જ તેઓએ સંગઠનના ગુણો શીખ્યા..

સીઆર પાટીલ રાજકારણમાં તો ઘણા સમયથી આવી ગયા હતાં. પરંતુપહેલી ચૂંટણી તેઓ નવસારી લોકસભાની બેઠક અલગ થઈ ત્યારે 2009માં લડ્યા અને જંગી બહુમતિથી વિજેતા બન્યા… નવસારી બેઠક પરથી તેઓ છેલ્લી ત્રણ ટર્મથી વિજેતા બની રહ્યાં છે. દક્ષિણ ગુજરાતમાં તેઓ ભારે દબદબો ધરાવે છે. આ દબદબાએ જ તેમને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે.

સીઆર પાટીલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખૂબ નજીકના અને વિશ્વાસુ મનાય છે. નરેન્દ્ર મોદી વારાણસી બેઠકના તમામ કામ સીઆરને સોંપતા આવ્યા છે. સાથે જ ઉત્તરપ્રદેશ, બિહાર સહિતની દેશના અન્ય રાજયોની ચૂંટણીમાં સી આર પાટીને મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે.

ફેમ ઇન્ડિયામાં સૌથી પ્રભાવશાળી સાંસદ તરીકે સામે આવનાર પાટિલે લોકોમાં તેમની લોકપ્રિયતાને પૂરવાર કરી છે.. અને સાબિત કર્યું છે કે તેઓ લોકોના હૃદય પર રાજ કરે છે.