Maharashtra/ વડાપ્રધાન મોદીનાં હસ્તે થાણે અને દિવાને જોડતી રેલવે લાઈનોનું ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થાણે અને દિવાને જોડતી બે વધારાની રેલવે લાઇન રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ મુંબઈ ઉપનગરીય રેલ્વેની બે ઉપનગરીય ટ્રેનોને પણ લીલી ઝંડી બતાવશે

Top Stories India
pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થાણે અને દિવાને જોડતી બે વધારાની રેલવે લાઇન રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ મુંબઈ ઉપનગરીય રેલ્વેની બે ઉપનગરીય ટ્રેનોને પણ લીલી ઝંડી બતાવશે, ત્યારબાદ આ પ્રસંગે તેમનું સંબોધન કરશે.

કલ્યાણ એ મધ્ય રેલવેનું મુખ્ય જંકશન છે. દેશની ઉત્તર બાજુ અને દક્ષિણ બાજુથી આવતો ટ્રાફિક કલ્યાણમાં ભળે છે અને CSMT (છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ) તરફ આગળ વધે છે. કલ્યાણ અને CSTM વચ્ચેના ચાર ટ્રેકમાંથી, બે ટ્રેકનો ઉપયોગ ધીમી લોકલ ટ્રેન માટે અને બે ટ્રેક ઝડપી લોકલ, મેલ એક્સપ્રેસ અને ગુડ્સ ટ્રેનો માટે ઉપયોગમાં લેવાતા હતા. ઉપનગરીય અને લાંબા અંતરની ટ્રેનોને અલગ કરવા માટે, બે વધારાના ટ્રેકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ હાજર રહેશે. ગુરુવારે વડાપ્રધાન કાર્યાલય તરફથી આ માહિતી આપવામાં આવી હતી. થાણેથી દિવા સુધીની આ 9.40 કિમી લાંબી રેલ્વે લાઇનને બનાવવામાં 12 વર્ષથી વધુ સમય લાગ્યો છે.આ રેલ્વે લાઈનોને કારણે હવે મુંબઈથી બહાર જતી ટ્રેનો અને મુંબઈ લોકલ ટ્રેનો માટે અલગ-અલગ રેલ્વે લાઈનની વ્યવસ્થા કરવામાં આવશે. આ રેલ્વે લાઈનથી કસારા, આસનગાંવ, કર્જત, બદલાપુરથી મુંબઈ આવતા મુસાફરોનો સમય બચશે.