Not Set/ #AmritsarBlast : ઘટનામાં છે ખાલિસ્તાનનો હાથ ? સામે આવ્યા બે હુમલાવરોના CCTV ફૂટેજ

અમૃતસર, આતંકી હુમલાની દહેશત વચ્ચે રવિવારે અમૃતસરના રાજાસાંસી ગામ સ્થિત નિરંકારી ભવનમાં બે લોકોએ ગ્રેનેડથી હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી. આ વિસ્ફોટમાં ૩ લોકોના મોત થયા હતા, જ્યારે ૨૦ લોકો ઘાયલ થયા હતા. આ વચ્ચે ઘટનાના ૨૪ કલાક બાદ હવે બાઈક પર સવાર બે હુમલાવરોના CCTV ફૂટેજ સામે આવ્યા છે. બીજી બાજુ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન […]

Top Stories India Trending
IMG 20181118 134001 1 #AmritsarBlast : ઘટનામાં છે ખાલિસ્તાનનો હાથ ? સામે આવ્યા બે હુમલાવરોના CCTV ફૂટેજ

અમૃતસર,

આતંકી હુમલાની દહેશત વચ્ચે રવિવારે અમૃતસરના રાજાસાંસી ગામ સ્થિત નિરંકારી ભવનમાં બે લોકોએ ગ્રેનેડથી હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી. આ વિસ્ફોટમાં ૩ લોકોના મોત થયા હતા, જ્યારે ૨૦ લોકો ઘાયલ થયા હતા.

આ વચ્ચે ઘટનાના ૨૪ કલાક બાદ હવે બાઈક પર સવાર બે હુમલાવરોના CCTV ફૂટેજ સામે આવ્યા છે. બીજી બાજુ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ દ્વારા આ બે શંકાસ્પદ હુમલાવરો અંગેની માહિતી આપનારને ૫૦ લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે.

આ ઉપરાંત માહિતી આપવા માટે પોલીસ દ્વારા એક હેલ્પલાઇન નંબર ૧૮૧ જાહેર કરવામાં આવ્યો છે, જેના પર તમે આ બે શંકાસ્પદની માહિતી આપી શકો છો. સાથે સાથે સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, “આ બે હુમલવરોની માહિતી આપનારની ઓળખ છતી કરવામાં આવશે નહિ”.

अमृतसर ब्लास्ट: सामने आई हमलावर की तस्वीर, ये हैं 10 बड़े खुलासे

CCTV ફૂટેજમાં બે અજાણ્યા શખ્સો બાઈક પર નજર આવી રહ્યા છે અને તેઓના ચહેરા ઢાંકેલા છે. જેમાં એક વ્યક્તિ જીંસ-શર્ટ જયારે બીજો કુર્તા-પાયજામમાં જોવા મળી રહ્યા છે. તેઓ બ્લેક કલરની બાઈક પર સવાર હતા અને બાઈક પર કોઈ નંબર પ્લેટ ન હતી.

હુમલા માટે ખાલિસ્તાની સમર્થકો હોઈ શકે છે જવાબદાર 

જો કે આ હુમલો કોણા દ્વારા કરવામાં આવ્યો છે તે અંગે કોઈ પૃષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ પંજાબ પોલીસના જણાવ્યા અનુસાર, આ અટેકની શંકા ખાલિસ્તાની સમર્થકો પર જોવા મળી રહી છે, જેઓએ લોકલ છોકરાઓને ઉપસાવીને આ ઘટનાને અંજામ અપાવ્યો છે.

એવું પણ માનવામાં અવી રહ્યું છે કે, ISIની રાહ પર કાશ્મીરના આતંકી સંગઠનો સાથે પાકિસ્તાનમાં છુપાઈને બેઠેલા ખાલિસ્તાની આતંકીઓ આ પ્રકારની ઘટનાને અંજામ આપી રહ્યા છે.

રવિવારે થયો હતો ગ્રેનેડથી હુમલો

મહત્વનું છે કે, ભારત અને પાકિસ્તાનની બોર્ડર પરથી પંજાબ ઘુસેલા આતંકીઓ બાદ રાજયભરમાં હાઇએટલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારે આ આશંકાઓ વચ્ચે અમૃતસરના રાજાસાંસી ગામ સ્થિત નિરંકારી ભવનમાં બે લોકોએ વિસ્ફોટ કર્યો હતો.

આ બ્લાસ્ટ થયો એ સમયે ભવનમાં મહિલાઓ સહિત ૨૦૦ શ્રદ્ધાળુઓ હાજર હતા, અને ત્યારબાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.