પેસિફિક મહાસાગરથી દક્ષિણમાં આવેલ ફીજીમાં ભૂકંપના ઝાટકા અનુભવાયા છે. દક્ષીણ પેસિફિક મહાસાગરમાં આવેલ ફીજીના લંબાસા શહેરમાં ૬.૭ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે.
ભૂવૈજ્ઞાનિકના સર્વેક્ષણ પ્રમાણે ત્યાના સમય મુજબ રાત્રે ૮:૨૫ વાગ્યે ભૂકંપ આવ્યો છે.
અત્યાર સુધી આ ભૂકંપને લીધે કોઈ નુકશાન નથી થયું કે કોઈ ત્સુનામીના સમાચાર પણ મળ્યા નથી.
તમને જણાવી દઈએ કે આ વિસ્તારમાં અવાર-નવાર ભૂકંપના ઝાટકા આવતા રહે છે. હજુ ૨ મહિના પહેલા પણ ૭.૮ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.