Not Set/ ડેમેજ કન્ટ્રોલ : દરેક નાગરિકના ખાતામાં એક રકમ આપી દેવાની યોજના લાવશે મોદી સરકાર

દિલ્હી ત્રણ રાજ્યોમાં ભાજપની હાર પછી હવે મોદી સરકારે ડેમેજ કન્ટ્રોલ યોજનાઓ શરૂ કરી શકે છે. દેશના નાગરિકોને લોભાવવા પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર હવે ટુંક સમયમાં જ એક મોટી જાહેરાત કરી શકે છે. આ માટે ગંભીરતાપૂર્વક વિચારણા ચાલી રહી છે. આ સ્કીમ હેઠળ યુનિવર્સિવલ બેઝિક ઇનકમ(યુબીઆઇ) અને તેલંગાણાના ખેડુત મોડલને અપનાવવાના વિષય પર […]

Top Stories India
pm narendra modi ડેમેજ કન્ટ્રોલ : દરેક નાગરિકના ખાતામાં એક રકમ આપી દેવાની યોજના લાવશે મોદી સરકાર

દિલ્હી

ત્રણ રાજ્યોમાં ભાજપની હાર પછી હવે મોદી સરકારે ડેમેજ કન્ટ્રોલ યોજનાઓ શરૂ કરી શકે છે. દેશના નાગરિકોને લોભાવવા પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર હવે ટુંક સમયમાં જ એક મોટી જાહેરાત કરી શકે છે. આ માટે ગંભીરતાપૂર્વક વિચારણા ચાલી રહી છે. આ સ્કીમ હેઠળ યુનિવર્સિવલ બેઝિક ઇનકમ(યુબીઆઇ) અને તેલંગાણાના ખેડુત મોડલને અપનાવવાના વિષય પર ચર્ચા ચાલી રહી છે.

શું છે યુબીઆઇ

આમ તો નાણામંત્રી અરૂણ જેટલીએ દેશભરમાં યુબીઆઇને લાગુ કરવા માટેની અગાઉના બજેટમાં જાહેરાત કરી છે. યુબીઆઇમાં દરેક નાગરિકને દર મહિને એક નિશ્ચિત રકમ મળે છે. સરકાર દ્રારા નક્કી કરેલી આ રકમ નાગરિકોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

યુબીઆઇ નાગરિકોની આર્થિક સિક્યોરીટી માટેની યોજના છે. આ સ્કીમ હેઠળ દરેકને એક ખાસ રકમ આપવામાં આવે છે. સરકાર શરૂઆતમાં બેથી અઢી હજાર રૂપિયા ચુકવવા માટેની નીતિ પર કામ કરી રહી છે.

ભાજપે રાજસ્થાન ચૂંટણીમાં આ મુદ્દાની વાત કરી હતી. આ પહેલા આર્થિક સર્વેમાં યુબીઆઇની વાત કરવામાં આવી હતી. મોદી સરકાર પહેલા વર્ષે આ યોજનામાં આશરે ૧૦ હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવાની તૈયારી કરી રહી છે.

યુબીઆઇ યોજના ફિનલેન્ડમાં આ યોજના લાગુ કરવામાં આવી હતી. ત્યારબાદ બે ડઝન દેશોમાં આ સ્કીમને અમલી કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૬માં ઇન્દોરના એક ગામમાં આ સ્કીમ લાગુ કરવામાં આવી હતી.

ઇન્દોરના એક ગામમાં ૬૦૦૦ લોકોને પાંચ વર્ષ સુધી દરેક મહિનામાં વેતનની ચુકવણી કરવામાં આવી હતી. આ સ્કીમ હેઠળ વરિષ્ઠ લોકોને ૫૦૦ રૂપિયા અને બાળકોને ૧૫૦ રૂપિયા આપવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારે તેલંગણાની યોજનાને પણ ગંભીરતા સાથે લીધી છે.

કેન્દ્રિય અધિકારીઓની ઉચ્ચ સ્તરીય ટીમ હાલમાં તેલંગણાથી પરત ફરી છે. આ ટીમે પીએમઓને એક રિપોર્ટ સોંપી દીધા બાદ તેના પર મુલ્યાંકનની કામગીરી ચાલી રહી છે. ભાજપ શાંસિત રાજ્ય ઝારખંડમાં પણ આ યોજના અમલી કરવામાં આવી છે.

ખેડુતોને અપાશે મદદ

દેવામાં ડુબેલા ખેડુતોને રાહત આપવા માટે મોદી સરકાર જે સ્કીમ શરૂ કરવા માગે છે મુજબ તમામ ખેડુતોને દરેક પાક સિઝનથી પહેલા ચાર હજાર રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવે છે. એટલે કે વર્ષમાં આઠ હજાર રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવે છે. ખેતી માટે મફત વીજળી કનેક્શન આપવામાં આવે છે. આવી સ્થિતિમાં ખેડુતો પર શરૂઆતના બોજને ઘટાડી શકાય છે. તેલંગણાના ખેડુતો આ સ્કીમને લઇને સંતુષ્ટ થયેલા છે.આ સ્કીમને દેશમાં લાગુ કરવા માટે વિચારણા ચાલી રહી છે.

કોંગ્રેસે ઉઠાવ્યા હતા સવાલો

છેલ્લે પાંચ રાજ્યોની ચૂંટણી સમયે રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીએ જે રીતે ખેડુતો સાથે જોડાયેલા મુદ્દાને આક્રમક રીતે ઉઠાવ્યા છે તેને જાતા ભાજપની ચિંતા વધી છે. ભાજપના લોકો માને છે કે જો કોંગ્રેસની આ આક્રમક નીતિનો જવાબ આપવામાં નહીં આવે તો લોકસભાની ચૂંટણીમાં નુકસાન થઇ શકે છે.

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ખેડુતોના મુદ્દાને જોરદાર રીતે ઉઠાવ્યા હતા. જેથી પાર્ટીએ ભાજપ પાસેથી ત્રણેય રાજ્યોમાં સત્તા આંચકી લીધી છે. કોંગ્રેસ આ મુદ્દાને દેશભરમાં ઉઠાવશે તેવી જાહેરાત રાહુલ ગાંધી કરી ચુક્યાં છે. રાહુલે હાલમાં આનો સંકેત પણ આપ્યો હતો.

રાહુલે કહ્યું હતુ કે દેશના ખેડુતોના ભવિષ્યને સુધારી શકાય તે માટે દરેક કામ તેઓ કરનાર છે. પ્રાપ્ત માહિતી મુજબ પીએમ મોદી ૧૫મી જાન્યુઆરી સુધીમાં યુબીઆઇ કે ખેડુતોને આર્થિક મદદ માટેની સ્કીમોની જાહેરાત કરી શકે છે.