Not Set/ હરિયાણા : ઘુમ્મસના લીધે એક સાથે ૫૦ વાહનો અથડાયા, એક જ પરિવારના ૭ લોકોના મોત

હરિયાણાના રોહતક-રેવડી હાઈવે પર ઘુમ્મસના લીધે અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે.ઘુમ્મસના લીધે હાઈવે પર એક સાથે આશરે ૫૦  વાહનો અથડાયા હતા. #Haryana: 7 killed in 50 vehicle pileup on Rohtak-Rewari highway due to dense fog conditions pic.twitter.com/3Wq7AjBWf9— ANI (@ANI) December 24, 2018 આ અકસ્માતને લીધે ઘટનાસ્થળ પર જ ૭ લોકોના મૃત્યુ થયા છે જયારે બીજા […]

Top Stories India
ac હરિયાણા : ઘુમ્મસના લીધે એક સાથે ૫૦ વાહનો અથડાયા, એક જ પરિવારના ૭ લોકોના મોત

હરિયાણાના રોહતક-રેવડી હાઈવે પર ઘુમ્મસના લીધે અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે.ઘુમ્મસના લીધે હાઈવે પર એક સાથે આશરે ૫૦  વાહનો અથડાયા હતા.

આ અકસ્માતને લીધે ઘટનાસ્થળ પર જ ૭ લોકોના મૃત્યુ થયા છે જયારે બીજા લોકો ઘાયલ થયા છે.ઘાયલ થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.આ અકસ્માત નેશનલ હાઈવે ૭૧ પર થયો છે.

એકસાથે આટલા બધા વાહનો અથડાતા લોકોના મોઢામાંથી ચીસ નીકળી ગઈ હતી.મરનાર લોકોમાં ૬ મહિલાઓ અને એક પુરુષ શામેલ છે.

બધા મૃતક એક જ પરિવારના હતા.સુત્રોના જણાવ્યા પ્રમાણે આ પરિવાર કોઈ સંબંધીના મોતનો શોક મનાવવા જઈ રહ્યા હતા. તે દરમ્યાન તેમની સાથે આ ઘટના બની હતી.

અકસ્માતના લીધે હાલ આ હાઈવે પર ૫ કિલોમીટર સુધી ટ્રાફિક જામ છે.તો બીજી તરફ હરિયાણાના કેબીનેટ મંત્રી ઓમ પ્રકાશે ઘાયલ લોકોની ખબર પૂછવા માટે હોસ્પિટલ પહોચ્યા હતા.

અહી તેમણે ઘાયલ લોકોના પરિવાર અને ડોક્ટર સાથે મુલાકત કરી હતી.ધુમ્મસને લીધે થયેલા અકસ્માતમાં મૃતાલ લોકોના પરિવારને ૨ લાખ રૂપિયા અને ઘાયલ લોકોને ૧ લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે.