Not Set/ મેચ દરમ્યાન આ ખેલાડી પર થઇ જાતીય ટિપ્પણી, સ્ટેડિયમાંથી બહાર નિકાળવામાં આવ્યા બે શખ્સ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સાઉથેમ્પ્ટનમાં WTC ની ફાઈનલ મેચ રમાઇ રહી છે.

Top Stories Sports
2 226 મેચ દરમ્યાન આ ખેલાડી પર થઇ જાતીય ટિપ્પણી, સ્ટેડિયમાંથી બહાર નિકાળવામાં આવ્યા બે શખ્સ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સાઉથેમ્પ્ટનમાં WTC ની ફાઈનલ મેચ રમાઇ રહી છે. આ ફાઈનલ મેચનાં પાંચમા દિવસે ન્યુઝીલેન્ડનાં કેટલાક ખેલાડીઓ સાથે દુર્વ્યવહાર કરવા બદલ બે દર્શકોને મેદાનની બહાર કાઢી દેવામાં આવ્યા હતા.

2 227 મેચ દરમ્યાન આ ખેલાડી પર થઇ જાતીય ટિપ્પણી, સ્ટેડિયમાંથી બહાર નિકાળવામાં આવ્યા બે શખ્સ

ભારત વિ. ન્યુઝીલેન્ડ / ટીમ ઈન્ડિયાનાં ફાસ્ટ બોલર શમીએ WTC ફાઈનલમાં રચ્યો ઈતિહાસ

આઇસીસીએ એક નિવેદનમાં કહ્યું, અમને ન્યૂઝીલેન્ડનાં ખેલાડીઓ સાથે દુર્વ્યવહાર થયો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. અમારી સુરક્ષા ટીમે આરોપીની ઓળખ કરી હતી અને તેઓને મેદાનની બહાર કાઢી દેવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, અમે ક્રિકેટમાં કોઈપણ પ્રકારનાં અપમાનજનક વર્તનને સ્વીકારીશું નહીં. એક અહેવાલ મુજબ, બ્લોક એમમાં ​​બેઠેલા બે દર્શકોએ અપશબ્દો બોલ્યા, આ બ્લોક ટીમ હોટલની ઠીક નીચે જ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, “મેદાન પર હાજર સુરક્ષાકર્મીઓ તુરંત જ સક્રિય થઈ ગયા હતા. કેટલાક ચાહકોએ આ વાતને સોશિયલ મીડિયા પર શેર કરી હતી, જેના પછી આઇસીસીએ કાર્યવાહી કરી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) નાં જનરલ મેનેજર ક્લેયર ફુરલોંગે ટ્વિટ કરીને આ કાર્યવાહી વિશે માહિતી આપી હતી. ડોમિનિક ડા સૂઝા નામનાં યુઝર્સે ક્લેયરને ટેંગ કરી કીવી ખેલાડીઓ પર વંશીય ટિપ્પણીની ફરિયાદ કરી હતી. તેમણે લખ્યું છે કે, શું મેદાનમાં કોઈ દર્શકોની વર્તણૂકનું ધ્યાન રાખવાનું છે.

2 228 મેચ દરમ્યાન આ ખેલાડી પર થઇ જાતીય ટિપ્પણી, સ્ટેડિયમાંથી બહાર નિકાળવામાં આવ્યા બે શખ્સ

ક્રિકેટ ન્યૂઝ / એવુ તે શું થયુ કે મોહમ્મદ શમીએ પોતાના શરીર પર લપેટ્યો ટુવાલ?

આવી ટિપ્પણીઓ હંમેશાં ક્રિકેટને કલંકિત કરતી રહી છે. આવી સ્થિતિમાં, એકવાર ફરી આવો દ્રશ્ય જોઇને ક્રિકેટ પ્રેમીઓને થોડા સમય પહેલા સિડનીની પ્રથમ મેચ મેચમાં બનેલી ઘટના યાદ આવી ગઈ છે. અહીં કેટલાક દર્શકોએ ભારતીય ક્રિકેટરો સાથે આ જ રીતે વર્તણૂક કરી હતી. લોકો આ ઘટનાને ભૂલ્યા પણ ન હોતા કે, હવે ફરીથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) માં સ્ટેડિયમની અંદર હાજર ચાહકો દ્વારા આ જ કૃત્ય ફરી કરવામાં આવ્યું છે.

kalmukho str 10 મેચ દરમ્યાન આ ખેલાડી પર થઇ જાતીય ટિપ્પણી, સ્ટેડિયમાંથી બહાર નિકાળવામાં આવ્યા બે શખ્સ